વિશ્ર્વ હિંદુ પરિષદ રાજકોટ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ માટે માર્ગદર્શન સમિતિની રચના
માર્ગદર્શક સમિતિમાં માવજીભાઈ ડોડિયા, નરેન્દ્રભાઈ દવે, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારાણા, શાંતુભાઈ રૂપારેલીયા સહિતનાની વરણી કરવામાં આવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જન્માષ્ટમીનો દિવસ વિશ્વ હિન્દુ પરિષદનો સ્થાપના દિવસ હોવા ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણના પાવન અવતરણ દિવસે દેશભરમાં ઉજવાતી જન્માષ્ટમી આપણા સંસ્કૃતિના ઉજ્જ્વલ પરંપરાનો મહામહોત્સવ છે.
ભગવાન શ્રીકૃષ્ણનું જીવન ઉપદેશ, કર્તવ્ય, પ્રેમ અને પરમાર્થની અનંત કથા છે, જે આજે પણ સમગ્ર માનવજાતને માર્ગદર્શન આપે છે. વિશ્વ હિંદુ પરિષદના રાજકોટ જન્માષ્ટમી મહોસ્તવ સમિતિના મંત્રી પરેશભાઈ રૂપારેલીયા જણાવ્યું કે, વિશ્વ હિંદુ પરિષદ રાજકોટ મહાનગર દ્વારા છેલ્લા 40 વર્ષથી દર વર્ષે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો સાથે જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા, ગોપી કિશન સ્પર્ધા, પૂજન, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ પરંપરાને જાળવી રાખવા માટે આ વર્ષે પણ 16 ઓગસ્ટ 2025ના દિવસે સવારે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે રાજકોટના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળશે. દર વર્ષે આ શોભાયાત્રામાં 100થી વધુ ધાર્મિક આકર્ષક ફ્લોટ્સ હોય છે. આ મહોત્સવ માત્ર ઉજવણી ન રહી, પરંતુ સમાજમાં ભક્તિભાવ, સામૂહિકતા અને સંસ્કાર પ્રસારનો એક ઉત્તમ ઉદ્દેશ બની રહ્યો છે.
- Advertisement -
આ વર્ષે પણ સમગ્ર શહેરમાં ભક્તિ અને ઉત્સાહનો મહોલ સર્જવા તેમજ મહોત્સવને સફળ બનાવવા માટે વિશ્વ હિંદુ પરિષદ રાજકોટ મહાનગર દ્વારા જન્માષ્ટમી મહોત્સવ માર્ગદર્શન સમિતિની રચના કરવામાં આવી છે. માર્ગદર્શક સમિતિમાં માવજીભાઈ ડોડિયાં, નરેન્દ્રભાઈ દવે, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારાણા, શાંતુંભાઈ રૂપારેલીયા, વનરાજભાઈ ગરૈયા, નીતેશભાઈ કથિરિયા, અશોકભાઇ મકવાણા વગેરેની વરણી કરવામાં આવી છે. આ સમિતિમાં સમાજના આગેવાન, વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ, સેવાભાવી સંસ્થાઓના સભ્યો, ધાર્મિક સંસ્થાઓના પ્રમુખો, વેપારી સંગઠનોના પ્રતિનિધિઓ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ માર્ગદર્શન સમિતિ મહોત્સવને વધુ ભાવપૂર્ણ અને સુંદર બનાવવા માટે સૂચનો, માર્ગદર્શન અને સહકાર આપશે.
જન્માષ્ટમી મહોત્સવમાં ભાવિકો માટે આરતી, ભજન, સંતોનો આશીર્વાદ, કથા, મહાપ્રસાદ જેવા અનેક કાર્યક્રમોનો પણ સમાવેશ કરવામાં આવશે. આ તમામ કાર્યક્રમો ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓના સ્મરણથી જીવનમાં સદ્ગુણો અને સકારાત્મકતા પ્રેરણા આપે તે હેતુથી આયોજન કરવામાં આવશે. આ તકે નરેન્દ્રભાઈ દવે એ જન્માષ્ટમી મહોત્સવ અંગે યોજાતા કાર્યક્રમો ની રૂપરેખા આપી હતી. તેમજ શાંતુંભાઈ રૂપારેલીયા અને હસુભાઈ ભગદેવ એ ફ્લોટ્સ માટે ટ્રક, છોટા હાથી, મેટાડોરની જેટલા જોઈ તેટલાની સંપૂર્ણપણે વ્યવસ્થા કરી આપવાની ખાત્રી આપી હતી.