રાજકોટ મધ્યસ્થ જેલમાં હત્યાના ગુન્હામાં આજીવન કેદની સજા પામેલ કેદી પેરોલ રજા પરથી છેલ્લા એક માસથી ફરાર થયેલ હોય જે આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે ઝડપી પાડીને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરી હતી.મોરબી જીલ્લામાં પેરોલ ફર્લો, વચગાળા, પોલીસ જાપ્તા, જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા મોરબી પેરોલ ફર્લો સ્કવોડ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન બાતમી મળી હતી કે, હળવદ પોલીસ સ્ટેશનના હત્યા કેસનો પાકા કામનો આરોપી જયંતીભાઇ નાનજીભાઇ રાઠોડ ઉ.વ. 50 રહે. સુસવાવ તા. હળવદ વાળો તા. 17/10/2022 થી તા. 17/11/2022 સુધી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતેથી પેરોલ રજા પર મુકત થયેલ હોય જે પાકા કામના આરોપીને તા. 17/11/2022 ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હોય પરંતુ આરોપી પેરોલ રજા પરથી પરત હાજર થયેલ ન હોય અને ફરાર થઇ ગયેલ હોય જે કેદીને બાતમીને આધારે હળવદ તાલુકાના સુસવાવ ગામેથી ઝડપી પાડીને પાડીને રાજકોટ જેલહવાલે કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
હત્યાના ગુન્હામાં રાજકોટ જેલમાંથી પેરોલ જમ્પ કરનાર હળવદનો કેદી ઝડપાયો
You Might Also Like
Follow US
Find US on Social Medias