ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેર શહેરના પ્રાથમિક પ્રશ્નો સ્ટાફ, પાણી, સફાઈ, લાઈટ, ભૂગર્ભ ગટર તેમજ બંધ વાહન ફાયર ફાઈટર, હેલ્પ લાઈન નંબર વગેરે પ્રનોના ઉકેલ માટે વાંકાનેર રાજવીની આગેવાનીમાં લોકોએ નગરપાલિકાના વહીવટદાર લેખિત રજૂઆત કરીને આ સમસ્યાઓના યોગ્ય ઉકેલની માંગ કરી હતી. વાંકાનેરના નામદાર મહારાણા કેસરીદેવસિંહ ઝાલાની આગેવાનીમાં વાંકાનેર શહેરના પ્રાથમિક પ્રશ્નો જેવા કે સ્ટાફ, પાણી, સફાઈ, લાઈટ ,ભૂગર્ભ ગટર તેમજ બંધ વાહન ફાયર ફાઈટર, હેલ્પ લાઇન નંબર વગેરે સમસ્યાઓના નિવારણ અંગે વાંકાનેર નગરપાલિકાના વહીવટદાર ઉત્તમ કાનાણીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં વાંકાનેર શહેર ભાજપ સંગઠનના હોદ્દેદાર, જીલ્લાના હોદ્દેદારો, પૂર્વ નગરપાલિકા પ્રમુખ તેમજ નગરપાલિકાના પૂર્વ કાઉન્સીલર સહિતના નગરજનોએ વહીવટદારને લેખિત રજૂઆત કરીને ઝડપથી પ્રાથમિક સમસ્યાઓના યોગ્ય ઉકેલની માંગણી કરી હતી.
વાંકાનેર શહેરની પ્રાથમિક સમસ્યાઓ મુદ્દે રાજવીની આગેવાનીમાં વહીવટદારને રજૂઆત
