ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય દ્વારા રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચશિક્ષણ કાર્યક્રમના આઈ.ડી.પી., આઈ. સી.એ.આર. અંતર્ગત કુલ 10 વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય તાલીમ અર્થે વેસ્ટર્ન સિડની યુનિવર્સીટી, ઓસ્ટ્રેલીયા ખાતે તા. 28 જુલાઈ 2023 થી 24 સપ્ટેમ્બર 2023 એમ બે મહિના માટે મોકલવામાં આવનાર છે.
આંતરરાષ્ટ્રીય તાલીમનો સંપૂર્ણ ખર્ચ રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચશિક્ષણ કાર્યક્રમના આઈ.ડી.પી., આઈ. સી.એ.આર., ન્યુ દિલ્લી અંતર્ગત જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા થનાર છે. આંતરરાષ્ટ્રીય તાલીમમાં જનાર વિદ્યાર્થીઓ માટે પ્રિ-ડિપાર્ચર અને સેન્ડ ઓફ સેરેમની કોન્ફરન્સ હોલ, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ખાતે યોજાઈ હતી.