જૂનાગઢ શહેરના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય નજીક આવેલ પુલ નીચે કચરાના ઢગલામાં અચાનક આગ લાગી હતી જયારે આગ એટલી હદે જોવા મળી કે ધુમાડાના કાળા ગોટાથી આકાશ કાળા ધુવાડા છવાઈ ગયા હતા. સક્કરબાગ ઝૂ નજીક આવેલ સોનરખના પુલની કચરાના ઢગલામાં અચાનક આગ ભભુકી ઉઠી હતી જેના લીધે કાળા ડિબાંગ ધુવાડા જોવા મળ્યા હતા કાળા ધુવાડાના ગોટે ગોટા એટલી હદે હતા કે, પુલ પરથી પસાર થતા વાહન ચાલકોને પણ મુશ્કેલી અનુભવી હતી.જોકે આ પુલ નીચે કચરામાં આગ લાગ્યા બાદ ફાયર વિભાગે પણ સ્થળ પર આવીને આગ બુજાવી હતી જોકે આગથી અન્ય કોઈ નુકશાન થયું નથી પુલ આસપાસ અને દુકાનો અને હોટલો આવેલી છે.ત્યારે ત્યાર કચરો ફેંકાય રહ્યો છે.જેના લીધે કચરાના ઢગમાં આગ લાગી હતી.
સક્કરબાગ ઝૂ પાસેના પુલ નીચે કચરાના ઢગમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા

Follow US
Find US on Social Medias