સાસણ ગીર સેન્ચુરીમાં જીપ્સી સંચાલન મુદ્દે હાઇકોર્ટમાં થયેલી પીઆઈએલનો મામલો
ગીર ઓપનમાં જીપ્સી ચલાવાનો વિવાદ હાઇકોર્ટ સુધી પહોચ્યો
- Advertisement -
ભાલછેલ, હરિપુર, ભોજદે અને ચિત્રોડ સરપંચોની લડત
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં આવેલ સાસણ ગીર સેન્ચુરીમાં મુક્તમને વિહરતા એશિયાટિક સિંહ દર્શન માટે લાખો પ્રવાસીઓ પધારે છે ત્યારે સિંહ દર્શન માટે સાસણ ગામના લોકોની જીપ્સી ચાલતી હોય ત્યારે આસપાસના ચાર ગામના લોકો ધંધા રોજગાર માટે સાસણ ઓપનમાં તેના ગામના બેરોજગાર યુવાનોની જીપ્સી ચાલે તેમાટે ઘણા સમયથી સાસણ વન વિભાગ પાસે જીપ્સી ચાલવા મુદ્દે અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી છત્તા કોઈ નિવેડો નહિ આવતા અંતે ભાલછેલના વલ્લભભાઈ પરમારે હાઇકોર્ટમાં પીઆઈએલ કરતા વન વિભાગને હાઇકોર્ટનું તેડું આવ્યું છે.
સાસણ ગીર સિંહ દર્શન માટે વિશ્વ વિખ્યાત છે ત્યારે પ્રતિ વર્ષ દેશ વિદેશના લાખો ટુરિસ્ટો સિંહ દર્શન માટે ગીરની મુલાકાત લેતા હોય છે ત્યારે સાસણ જીપ્સી એશોસીએસન દ્વારા અન્ય ગામોની જીપ્સી ચાલવા નહિ દેતા ઘણા વર્ષોથી ભાલછેલ, ચિત્રોડ, હરિપુર અને ભોજદે ગામના સરપંચો અને ગ્રામજનો લડત ચલાવી રહ્યા છે ત્યારે ભાલછેલના વલ્લભભાઈ પરમાર દ્વારા હાઇકોર્ટમાં પીઆઈએલ દાખલ કરતા આગામી 12 ઓગસ્ટના રોજ સાસણ વન વિભાગના ડીએફઓને હાઇકોર્ટનું તેડું આવ્યું છે.
સાસણ આસપાસ આવેલ ચારના ગામના સરપંચોએ માંગ કરી છે કે ગીર જંગલ અભ્યારણ હોવાના કારણે કોઈ મોટા ઉદ્યોગ નથી અને માત્ર ગીરના ગામો ટુરિસ્ટ ની અવાક ઉપર નિર્ભર હોય ત્યારે આસપાસ ગામના યુવાનો બેરોજગાર હોય જેના લીધે ગીર સેન્ચુરીમાં સિંહ દર્શન માટે ચાલતી જીપ્સીમાં ચાર ગામના લોકોની જીપ્સી ચાલે તો ગ્રામજનોને રોજીરોટી મળે તે માટે વન વિભગના ઊંચ અધિકારીથી માંડી અનેક જગ્યાએ રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ પરિણામ નહિ આવતા અંતે હાઇકોર્ટના શરણે જઈને ન્યાયની માંગણી કરી છે.
આગામી 16 ઓકટોબરે સાસણ ગીર સેન્ચુરી પ્રવાસીઓ માટે ખુલી રહી છે.
એવા સમયે આગામી તા.12 ઓકટોબરે હાઇકોર્ટ નું તેડું આવતા સાસણ આસપાસના ગ્રામજનોને આશાનું કિરણ બંધાયું છે અને ન્યાય મળે તેવી આશા રાખી રહ્યા છે અને હાઇકોર્ટ શું જજમેન્ટ લેશે તેના પર મીટ રાખીને બેઠા છે.