માંગ નહીં સ્વીકારતા સસ્તા અનાજનો જથ્થો નહીં ઉપાડવાની ચીમકી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રેશન ડીલરોના પ્રશ્નો બાબતે રાજ્યના બંને એસોસિએશન દ્વારા લેખિત અને મૌખિક રજૂઆતો છતાં કોઈ નિરાકરણ ન આવતા વંથલી તાલુકાના એફ.પી.એસ.ના વેપારીઓ દ્વારા ઓકટોબર માસનો જથ્થો નહિ ઉપાડવા બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું પત્રમાં જણાવ્યું હતું કે અમારી જૂની પડતર માંગણીઓ જેવી કે રેશન ડીલરોના કમિશન વધારવા,અને 20,000 મીનીમમ કમિશનના પરિપત્રમાં સુધારો કરવા,માલ ઘટ મજરે મળવા જેવી અનેક માગણીઓને લઈ સરકારના અધિકારીઓ સાથે બેઠક પણ થઈ ગઈ છે તેમાં સંમતિ સધાઈ ગયા બાદ પુરવઠા વિભાગ પાસેથી દરખાસ્ત કરવાની બાહેધરી આપવા છતાં લાંબા સમયથી પડતર માંગણીઓની ઉપેક્ષા થતી હોય હકારાત્મક જવાબ નહી મળતા આગામી ઓક્ટોબર માસમાં વિતરણ વ્યવસ્થા નહિ કરવાના નિર્ણય સાથે વંથલી તાલુકાના એફ.પી.એસ.ના વેપારીઓ પણ જોડાશે અને માલ વિતરણથી અળગા રહેશે તેમ જણાવ્યું છે આ તકે એફ.પી.એસ.ના પ્રમુખ મેહુલભાઈ જાની, દેવદાનભાઈ ચાવડા, દેવશીભાઈ દાસા તેમજ વેપારીઓ હાજર રહ્યા હતા.