પંજાબના ખેડૂતોને પણ દરેક ખેડૂતનું સમર્થન તેવો સૂર પ્રભારીએ વ્યકત કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વેરાવળ મુકામે જન અધિકાર જીલ્લા સંવાદ તથા પદયાત્રા સાથે પ્રાત કલેક્ટરને આવેદન આપ્યું હતું જેમાં પ્રભારી વિક્રમભાઈ માંડમ સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહયા હતા.સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાના કાર્યાલયથી સૂત્રોચ્ચારો સાથે રેલી યોજાય હતી પ્રાંત કલેકટરને આવેદન પત્ર આપેલ હતૂ. જેમાં વિક્રમ માડમ એ જણાવ્યું હતું કે માત્ર રામ મંદિર બની જવાથી સમસ્યાઓ હલ થતી નથી. બેરોજગારી ભાવ વધારો અને ખેડૂતોને અન્યાય સહિત અનેક પ્રશ્ર્નો છે. પંજાબમાં ચાલી રહેલા ખેડૂતોને પોતે સમર્થન વ્યક્ત કર્યૂ હતૂ અને આ ઘટનામાં મૃતક ખેડૂતને શ્રદ્ધાંજલિ આપી અને ખેડૂતોની ન્યાયિક માગ બાબતે પોતે સાથે સમગ્ર કોંગ્રેસ પક્ષ ખેડૂતોની સાથે હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, પ્રભારી વિક્રમભાઈ માડમ, પ્રદેશ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા, જિલ્લા પ્રમુખ કરશનભાઈ બારડ, મહેશભાઈ રાજપૂત, હીરાભાઈ રામ સહીત કોંગ્રેસના અગ્રણીઓ અને સ્થાનિક કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



