ખાસ-ખબર સંવાદદાતા
ઉત્તર પ્રદેશના ગોંડાનો એક કિસ્સો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. અહીં કથિત રીતે વરસાદના અભાવે પરેશાન એક વ્યક્તિએ ખુદ ઈન્દ્રદેવ વિરુદ્ધ ફરિયાદ કરી છે. આ ફરિયાદ પત્ર સોશિયલ મીડિયા પર ફેલાઈ ગયો અને લોકો મજા લેવા લાગ્યા. જો કે, જ્યારે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી, ત્યારે તહસીલદાર નરસિંહ નારાયણ વર્માએ કહ્યું, “ભગવાન ઈન્દ્ર દેવતા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ અરજી પત્ર નકલી છે. અરજી પર તેમની સહી અને ઓર્ડર પણ સંપૂર્ણપણે નકલી છે.
આ અંગે ફરિયાદ કરનાર વ્યક્તિ સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે.રિપોર્ટ અનુસાર, શનિવારે કરનૈલગંજ તહસીલમાં ’કમ્પ્લીટ સોલ્યુશન ડે 2022’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૌડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ઝાલા ગામના રહેવાસી સુમિત કુમાર પણ પોતાની ફરિયાદ લઈને પહોંચ્યા હતા. તેમણે સુનાવણી અધિકારીઓને અરજી આપી હતી