જૂનાગઢના ગાંધીગ્રામમા દારૂની ડીલિવરી થાય તે પેહલા પોલીસ ત્રાટકી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મેહતાના માર્ગદશન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાદેસર ઈંગ્લીશ દારૂની પ્રવુતિ કરનાર ઈસમો સામે કડક હાથે કામગીરી કરવાની સૂચના મળતા ગઈકાલ સી.ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.પી.વણઝારા અને પોલીસ કોન્સ.દિલીપ ડાંગર અને સ્ટાફને મળેલી હકીકતના આધારે ગાંધીગ્રામ વિસ્તાર માંથી ઈંગ્લીશ દારૂના જથ્થાની ડીલેવરી થાય તે પેહલા પોલીસે રેઇડ કરી ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
- Advertisement -
ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ મધરડેરી પાસે એક ટ્રક ઉભેલો હતો અને ટ્રકમાં ભરેલ દારૂની ડીલેવરી થયા તે પેહલા પોલીસને મળેલી બાતમીના આધારે સી.ડીવીઝન પોલીસ ત્રાટકી હતી અને મહારાષ્ટ્ર પાસિંગનો ટ્રક એમએચ 04 એલવાય 0187 નંબરના ટ્રકની તલાશી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 2484 બોટલ કિમંત રૂ.7,81,200 મળી આવી હતી અને મહારાષ્ટ્રના ટ્રક ડ્રાઈવર સોનુ બાલચદાં સરુજુને ઝડપી પાડ્યો હતો આ દારૂનો જથ્થો ડીલેવરી થયા તે પેહલા ટ્રક અને દારૂનો જથ્થો મળી કુલ રૂ.. 17,86,200નો મુદામાલ કબ્જે કરી પોલીસે હાજર નહીં મળી આવનાર રાજકુમાર છોટેલાલ યાદવ સહીત દારૂ મોકલનાર અને દારૂની ડીલેવરી લેનાર કુલ પાંચ ઇસમો સામે સી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો ડખાલ કરી વધુ તપાસ હાથધરી છે.