ખાસ-ખબર સંવાદદાતા
માણાવદર પોલીસ સ્ટેશન ખાતે જન્માષ્ટમીના તહેવારને લઈ શાંતિ સમિતિની માણાવદર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ચેતક બારોટની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં જન્માષ્ટમીના તહેવા2 નીમિતે શોભાયાત્રા અને રાત્રી દરમ્યાન નંદોત્સવને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે ચર્ચાઓ કરાઈ હતી. આ તકે વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ગૌરક્ષા દળના હોદ્દેદારો અને કાર્યકરો તેમજ જુદા – જુદા સમાજના અગ્રણીઓ, વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
માણાવદર પોલીસ સ્ટેશન ખાતે જન્માષ્ટમીના તહેવારને લઈ શાંતિ સમિતિની બેઠક મળી
