જનતારેડ થતા લોકોને હાથ લાગી દારૂ-બીયરની ખાલી બોટલો : આવાસ ખાલી કરાવવા માંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં કોર્પોરેશન અને રૂડા દ્વારા ઘર વિહોણા લોકોને આપેલ ઘરમાં તંત્ર દ્વારા અવારનવાર ચેકિંગ કરવામાં આવતું હોય છે છતાં મકાન ભાડે આપવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે આજે રૂડા હસ્તકની આવાસ યોજનામાં પરપ્રાંતીય મહિલાઓને મકાન ભાડે આપવામાં આવ્યા હોય અને ત્યાં મહેફીલો જામતી હોય સ્થાનિકોએ જનતારેડ કરતા ભાડે આપેલ ક્વાટરમાંથી દારૂની ખાલી બોટલ અને બીયરના ખાલી ટીન મળી આવતા દેકારો બોલી ગયો હતો સ્થાનિકોએ મૂળ મકાનમાલિકને જાણ કરી ત્વરિત ક્વાટર ખાલી કરાવવા માંગ કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ પરિશ્રમ સોસાયટી પાસે આવેલ રૂડા હસ્તકની આવાસ યોજનાના એલ વીંગના ક્વાટર નંબર 306માં સ્થાનિક લોકોએ જનતારેડ કરતા ઘરમાંથી દારૂની ખાલી બોટલ અને બીયરના ખાલી ટીન મળી આવ્યા હતા વધુ તપાસ કરતા આ ક્વાટરમાં એક પરપ્રાંતીય મહિલા કિન્નર સાથે રહેતી હોવાનું જાણવા મળ્યું હતું ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓ મળી આવતા તુરંત મૂળ માલિકને જાણ કરવામાંઆવી હતી અને આ ઘર તાબડતોબ ખાલી કરાવવા માટે જણાવ્યું હતું આ ક્વાટરમાં રાત્રીના સમયે પણ ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.



