SP હર્ષદ મેહતાએ રિહર્સલનું નિરીક્ષણ કર્યું
25 પ્લાટુન: 1800થી વધુ જવાનો પરેડમાં ભાગ લેશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં થવાની છે, ત્યારે આ રાષ્ટ્રીય પર્વની શાનદાર ઉજવણીમાં મધ્યપ્રદેશ પોલીસ, ભારતીય તટ રક્ષક દળ, ચેતક અને મરીન કમાન્ડો, બીએસએફ સહિતના દળના 1800થી વધુ જવાનો શિસ્તબદ્ધ પરેડ કરશે અને રાષ્ટ્રધ્વજને સલામી આપશે. આ પરેડમાં ગુજરાત શ્વાન દળ અને અશ્વદળ પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે. 26મી જાન્યુઆરીએ ધ્વજવંદન થવાનું છે, તે પોલીસ તાલીમમાં મહાવિદ્યાલયના પરેડ ગ્રાઉન્ડ ખાતે રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ વિભાગ સહિતના જવાનોએ ઉત્સાહભેર રીતે પોલીસ બેન્ડની સુર સુરાવલીઓ સાથે કદમતાલ મિલાવી પરેડનું રિહર્સલ કર્યું હતું.
આ રિહર્સલના નિરીક્ષણ માટે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા. તેમણે પરેડની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ અંતે જણાવ્યું કે, પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણીની પરેડમાં ભાગ લેવો તે ગૌરવરૂપ છે, આ પરેડને ઉપસ્થિત મહાનુભાવો અને લોકો ઉપરાંત ઈન્ટરનેટના માધ્યમથી લાખો લોકો નિહાળશે ત્યારે આપણા મન મસ્તિષ્કનું ધ્યાન પરેડ પર રહેવું જોઈએ. તેમણે રાજ્યભરમાંથી આવેલા જવાનોને રહેવા-જમવા ઉપરાંત અન્ય કોઈ તકલીફ હોય તો પણ ધ્યાન દોરવા માટે જવાનોને જણાવ્યું હતું.નાયબ પોલીસ અધિક્ષક વિજયસિંહ પરમારની નિગરાની હેઠળ પરેડનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. 26 જાન્યુઆરીની પરેડમાં ભાગ લેનાર 25 પ્લાટુનમાં ભારતીય તટ રક્ષક દળ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, મધ્ય પ્રદેશ રાજ્ય પોલીસ, ચેતક કમાન્ડો ફોર્સ, ગુજરાત મરીન કમાન્ડો ફોર્સ, એસઆરપી જૂથ-8 ગોંડલ, એસઆરપી જૂથ 21 બાલાનીવાવ-રાજુલા, ગુજરાત જેલ વિભાગ, પોરબંદર જિલ્લા પોલીસ, ગીર સોમનાથ જિલ્લા પોલીસ, અમરેલી જિલ્લા પોલીસ, ભાવનગર જિલ્લા પોલીસ, રાજકોટ શહેર મહિલા પોલીસ, જૂનાગઢ જિલ્લા પોલીસ-મહિલા, રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ- મહિલા, ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટુન, રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ, જૂનાગઢ હોમગાર્ડસ, જૂનાગઢ ગ્રામ્ય રક્ષક દળ,એનએસએસ, અનેએનસીસી પ્લાટુન, જૂનાગઢ જિલ્લા સ્ટુડન્ટ પોલીસ કેડેટ, ગુજરાત અશ્વદળ, ગુજરાત શ્વાનદળ અને એસઆરપી પ્રાસ બેન્ડનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રીય પર્વ 26મી જાન્યુઆરીએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે દિલધડક કરતોબો સાથેનો અશ્વ શો ખાસ આકર્ષણ જમાવશે. રાજ્યભરના શ્રેષ્ઠ 25 પોલીસ ઘોડેસવાર થોરો, મારવાડી, કાઠીયાવાડી, સિંધી જેવા જાતવાન ઘોડાઓ લઈને જૂનાગઢ પહોંચ્યા છે, તેઓ હાલ પ્રજાસત્તાક દિને કરવામાં આવનાર અશ્વ શોની પૂર્વ તૈયારીઓ એટલે કે રિહર્સલ કરી રહ્યા છે.આ અશ્વ શોનું નેતૃત્વ કરી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એસ.બારોટ અશ્વદળનું મહત્વ જણાવતા જણાવે છે કે, ભારતભરમાં સૌથી વધારે અશ્વનું મહેકમ ગુજરાત રાજ્ય ધરાવે છે, એટલે કે ગુજરાત પોલીસ પાસે 758 જેટલા સૌથી વધુ અશ્વો છે. આ અશ્વોનો નાઈટ પેટ્રોલીંગ, વીવીઆઈપી બંદોબસ્ત, એસ્કોર્ટિંગ, સભા સરઘસોમાં ટ્રાફિક નિયમન, ખેત ભેલાણ, પહાડી વિસ્તારમાં સુરક્ષામાં ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત રાજ્ય-રાષ્ટ્રીય કક્ષાની શશ્વોની અલગ અલગ સ્પર્ધામાં પણ ભાગ લે છે.
- Advertisement -