ખાસ-ખબર સંવાદદાતા
કલા પ્રેરણા સંસ્થા દ્વારા રેકડક્રોસ સોસાયટીના સહયોગથી કૃષ્ણ ભગવાનની વિવિધ ઝાંખી દર્શાવતા પઇન્ટીંગ પ્રદર્શનને રેડક્રોસ હોલ, આઝાદ ચોક, જૂનાગઢ ખાતે ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. પ્રતિભાશાળી કલાકારો દ્વારા શ્રી કૃષ્ણના વિવિધ સ્વરૂપોને પીંછીથી સુંદર રીતે કંડારવામાં આવ્યા છે. આ એક્ઝિબીશન આજથી તા.17ના સવારે 10 થી સાંજના 8:30 સુધી કલારસિક જનતા માટે ખુલ્લુ રાખવામાં આવશે.
જૂનાગઢમાં કૃષ્ણ ભગવાનની ઝાંખી દર્શાવતું પેઇન્ટિંગ પ્રદર્શન



