વન્યપ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં પહોંચી જતા ગ્રામજનોમાં ભય
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.26
કોડિનાર તાલુકા ના માલગામ ખાતે 25 માર્ચની મધ્ય રાત્રિ ના બાર વાગ્યા પછી 5 સિંહો નું એક ટોળું ગામ માં ઘુસી ગયું હતું અને 4 પશુનો શિકાર કર્યો હતો. માલગામે છેલ્લા પંદર દિવસ દરમ્યાન સાવજો ના એક ટોળાએ ગામ માં પ્રવેશી વીસ જેટલા ઢોર નું મારણ કરી ગયા છે. એટલેકે આ સિંહ ટોળું પંદર દિવસ થી માલગામ માં પડ્યું પાથર્યું છે. હાલ ખેતી ની સીઝન પુરજોશ માં ચાલુ છે. ખેડૂતો દિવસ રાત વાડી ના કામે દોડ ધામ કરી રહ્યા છે.તેવા સમયે આ સાવજો માલગામ માં પ્રવેશી ઢોર નું મારણ કરી રહ્યા હોય ખેડૂતો માં ભય ફેલાયો છે. મધ્યરાત્રિ ના બે વાગ્યા ના અરસા માં બસ સ્ટેશન નજીક આવેલ ’દેવાયતબાપા બોદર ’ ના બાવલા પાસે બિન વરસી ઢોર બેઠા હતા ત્યાં પાંચ સાવજો નું ટોળું આવી ચડ્યું હતું. અને એક પછી એક ચાર ઢોર ને મારી નાખ્યાં હતાં, પણ એક જ ઢોર નું માંરણ ખાધું હતું. આ સમગ્ર ઘટના દેવાયતબાપા બોદર ના બાવલા નજીક મૂકવામાં આવેલ સીસીટીવી કેમેરા માં કેદ થઈ હતી.જે વાયરલ થઈ છે. જામવાળા વન વિભાગ આ સિંહોને માલગામ થી દુર લઇ જાય તેવી માંગ ઉઠી છે.