100થી પણ વધુ શૈક્ષણિક કર્મચારીઓએ રીસર્ચના વિવિધ ડાયમેન્શન્સ સાથે મળીને સમજયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં “લેટસ એક્સપ્લોર રીસર્ચ ડાયમેન્શન” વિષય પર એક દિવસીય વર્કશોપ યોજાયો હતો. છેલ્લા લગભગ એક મહિનાથી મેનેજમેન્ટના માર્ગદર્શન અને રીસર્ચ ટીમની ખૂબ મોટી મહેનતથી સંસ્થામાં આવા શાનદાર કાર્યક્રમનું આયોજન થઈ શક્યું. રીસર્ચ એ હંમેશા શૈક્ષણિક ક્ષેત્રનો પાયાનો આયામ રહ્યો છે અને તેથી જ તેના વિવિધ ડાયમેન્શન સમજવા ખૂબ જરૂરી છે. વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજના 100થી પણ વધુ શૈક્ષણિક કર્મચારીઓ આ વિવિધ ડાયમેન્શન સમજવાનો પ્રયાસ આ વર્કશોપ ના માધ્યમથી તા. ર3/11/ર0ર4નાં રોજ કર્યો.
આ તબક્કે ત્રણ એકસપર્ટ સેશન ગોઠવાયા હતાં જેમાં જીટીયુના રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સેલના ડાયરેકટર ડો. રાજેશભાઈ ઠક્કર નું વ્યાખ્યાન રીસર્ચ એથીક્સ પર થયું હતું. તેમણે જણાવ્યું હતું કે રીસર્ચમાં એથીક્સ ખૂબ મહત્વનો વિષય છે. એથીક્સ થી જ રિસર્ચ આગળ જવું જોઈએ. એ જ રીતે સુરત ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજના પ્રિન્સીપાલ ડો. સંજયભાઈ જોશીએ રીસર્ચના મહત્વના ઈન્ડેક્ષ જેમાં એચ ઈન્ડેક્ષની ગણતરી સ્કોપસ વેબ ઓફ સાયન્સ કલેરીવેટ એનાલીસનો સમાવેશ થાય છે. તેના પર પ્રકાશ પાડ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફાર્મસી ડીપાર્ટમેન્ટના ડો. સચિનભાઈ પરમારે રિસર્ચ
- Advertisement -
ઉપર કઈ રીતે લખવું અને ગ્રાન્ટ પ્રપોઝલ કઈ રીતે તૈયાર કરવી તેના વિશે સમજણ આપી હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રિન્સીપાલ ડો. પિયુષભાઈ વણઝારાના માર્ગદર્શન હેઠળ રીસર્ચ કમિટીના ક્ધવીનર ડો. સચિનભાઈ રાજાણી, કો-ક્ધવીનર ડો. દર્શનાબેન ભટ્ટી, પ્રો. નિરવભાઈ મેઘપરા, ડો. તેજસભાઈ શાહ, પ્રો. શેરોન ક્રિસ્ટી, પ્રો. અજીંકય, પ્રો. પ્રતિકભાઈ કોરડીયા, પ્રો. પૂજાબેન ઘોડાસરા, પ્રો. અદિતીબા જાડેજા, પ્રો. ચેતનભાઈ ચૌહાણ, પ્રો. ભાવિકભાઈ બોસમીયા, પ્રો. જીજ્ઞેશભાઈ શાહ, પ્રો. અમિતભાઈ વ્યાસ, પ્રો. શ્રેયસભાઈ ધુલિયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો. સ્નેહાબેન પંડ્યાએ કરેલ હતું.
આ કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના ટ્રસ્ટીઓ કૌશીકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર, ડો. નરેન્દ્રભાઈ દવે, ડો. નવીનભાઈ શેઠે શુભેચ્છાઓ પાઠવી હતી.