હિન્દુ બનીને લગ્ન કરનાર મોહમ્મદ આલમનું વિવાદાસ્પદ સ્ટેટસ: ‘મેં જે પણ કર્યું એમાંથી મને જન્નત મળે છે’
ખાસ-ખબર સંવાદદાતા
યુપીના બલિયામાં નર્સિંગની સ્ટુડન્ટ સાથે હિન્દુ બનીને લગ્ન કરનાર મોહમ્મદ આલમનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેણે લખ્યું છે – “મેં જે કર્યું છે એનાથી જન્નત પ્રાપ્ત થાય છે.” નર્સિંગની સ્ટુડન્ટ યુવકને હિન્દુ માનતી રહી, પણ તે મુસ્લિમ નીકળ્યો. આ યુવતીએ જણાવ્યું કે આ વિવાદાસ્પદ નિવેદન મોહમ્મદ આલમે બે દિવસ પહેલાં જ પોસ્ટ કર્યું છે. તે પોતાના ફેસબુક આઈડી પર આ પ્રકારની પોસ્ટ કરતો જ રહે છે. તે અવારનવાર આ પ્રકારનું સ્ટેટસ પોસ્ટ કરે છે. આ તેની હિન્દુવિરોધી માનસિકતા દર્શાવે છે. પીડિતાએ જણાવ્યું હતું કે 24 ફેબ્રુઆરી 2022ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન કર્યા પછી ખબર પડી કે તે જેને અનુજ પ્રતાપ સિંહ સમજી રહી હતી તે મોહમ્મદ આલમ છે. જ્યારે રહસ્ય ખૂલ્યું ત્યારે અત્યાચાર ગુજારવાનું શરૂ થયું. મોહમ્મદ આલમના ભાઈઓએ પણ ડ્રગ્સના ઈન્જેક્શન આપીને મારી સાથે બળાત્કાર કર્યો હતો. વીડિયો-ક્લિપ બનાવી. મેં કેસ લખાવ્યો ત્યારે તેમણે ક્લિપ વાઇરલ કરવાની ધમકી આપી હતી. દબાણમાં આવીને સમાધાન કર્યું, પછી ફાયરિંગ કરાવી દીધું. 2 ગોળી પીઠના ભાગે વાગી, કોઈક રીતે મારો જીવ બચી ગયો. જ્યારે જેમતેમ કરીને તેમની ચુંગાલમાંથી બહાર નીકળી તો એસિડ ફેંકવાની અને જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકીઓ મળવા લાગી.
- Advertisement -
ડ્રગ્સનાં ઈન્જેક્શન આપી યુવતી પર મોહમ્મદ આલમનાં ભાઈએ પણ બળાત્કાર ગુજાર્યો
લવ-જેહાદ માટે વિદેશથી આવે છે ફંડ
વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે મોહમ્મદ આલમને હિન્દુવિરોધી પ્રવૃત્તિઓ ચલાવવા અને લવ-જેહાદ કરવા માટે વિદેશમાંથી ફંડ મળે છે. આ ફંડ ઘણું વધારે હોય છે. મોહમ્મદ આલમ કંઈ કરતો નથી અને છતાં તેની પાસે પુષ્કળ પૈસા છે. આની પણ તપાસ થવી જોઈએ. જો તપાસ એજન્સીઓએ તેમની આવક ભંડોળ ક્યાંથી અને શા માટે આવે છે એ જાણવા માટે તપાસ કરો.
- Advertisement -
કાશી વિશ્વનાથ મંદિરનાં પણ દર્શન કર્યા, કપાળ પર તિલક, આરતી-પૂજા કરતો હતો
વિદ્યાર્થિનીએ કહ્યું, ઓળખ છુપાવીને આલમે તેને અનુજ પ્રતાપ સિંહ ઉર્ફે સોનુના નામે પ્રેમની જાળમાં ફસાવી, તેણે દરેક યુક્તિ અપનાવી, જેથી તે વિશ્વાસ કરી શકે કે તે હિન્દુ છે. તે અવારનવાર સૂતેલા હનુમાન મંદિર, સિવિલ લાઈન્સ હનુમાન મંદિરે જતો હતો. લગ્ન પહેલાં કાશી વિશ્વનાથ મંદિરની પણ મુલાકાત લીધી હતી. આટલું જ નહીં, વિંધ્યવાસિની દેવી મંદિરે પણ ગયો. કપાળ પર તિલક લગાવવાની સાથે પ્રસાદ પણ ચઢાવતો હતો અને આરતી પણ ઉતારતો હતો. વિદ્યાર્થિનીએ તેના કપાળ પર ચંદન લગાવેલી કેટલીક તસવીરો એક મીડિયા સાથે શેર કરી છે. વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે અનુજ પ્રતાપ સિંહ ‘જબરો કલાકાર’ નીકળ્યો. તેણે ક્યારેય એ વાતનો ખ્યાલ ન આવવા દીધો હતો કે તે મુસ્લિમ છે. હિન્દુઓ મંદિરોમાં જાય છે અને પ્રાર્થના કરે છે એ રીતે તેણે મારી સાથે એ બધું જ કર્યું.
વિદ્યાર્થીની પર ફાયરિંગ કરાવ્યું, સોશિયલ મીડિયા પર એસિડ ફેંકાવવાની ધમકી પણ આપી
સરકારે યુવતીનાં ઘરની બહાર સુરક્ષા ગાર્ડ તહેનાત કર્યા
સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ યોગી સરકારે નર્સિંગની વિદ્યાર્થિનીને સુરક્ષા પૂરી પાડી છે. વિદ્યાર્થિની જે ઘરમાં રહે છે ત્યાં એક સબ-ઇન્સ્પેક્ટર, એક મહિલા કોન્સ્ટેબલ અને એક પુરુષ કોન્સ્ટેબલ તહેનાત કરવામાં આવ્યાં છે. યોગી સરકારે વિદ્યાર્થિનીને વિશ્વાસ અપાવ્યો કે તેને ન્યાય આપવામાં આવશે.