શહેરના અનેક વિસ્તારોમાં મોડી રાત સુધી અંધારપટ રહ્યા
રાજકોટ શહેરમાં આવેલ ભારે પવન અને વરસાદને કારણે શહેરમાં અમુક જગ્યાએ ઝાડ પડવાની, પોલ ડેમેજ થવાની ઘટનાને કારણે પાવર ટ્રીપ / ફીડર ફોલ્ટ થયેલ. રાજકોટમાં ઇંઝ-1 સબ ડિવિઝન હેઠળનાં લાતી પ્લોટ, પેલેસ રોડ, કેદારનાથ, વીર સાવરકર, છઝઘ, આજી વસાહત, સત્યમ સોસાયટી ફીડર હેઠળ વીજ પુરવઠો ખોરવાયેલ, જયારે ઇંઝ-2 સબ ડિવિઝન હેઠળ ઈનકમ ટેકસ, પંચનાથ, ગોંડલ રોડ, જાગનાથ, હોસ્પિટલ, નિર્મલા રોડ ફીડર હેઠળનાં વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયેલ, જયારે ઇંઝ-3 હેઠળ મારૂતિ, પ્રશિલ પાર્ક, મીરા નગર, સોમનાથ સોસાયટી, ઉપવન ફીડર હેઠળનાં વિસ્તારમાં વીજ પુરવઠો બંધ થયેલ.
- Advertisement -
જેને મોડી રાત સુધીમાં ટેકનિકલ ટીમો દ્વારા રિસ્ટોર કરવામાં આવેલ. ભારે પવનને કારણે સૂખસાગર સોસાયટી ભગવતીપરા, શકિત સોસાયટી પેડક રોડ, ભવાનીનગર મેઈન રોડ, માલવિયા ચોક, ચંદન પાર્ક કાલાવડ રોડ તેમજ રૈયાધાર વિસ્તામાં વૃક્ષો પડી જવાને કારણે વીજ પુરવઠો ખોરવાયેલ હતો.
- Advertisement -
તેમજ ગ્રીન લેન્ડ ચોકડી, જય જવાન જય કિસાન સોસાયટી, કુવાડવા રોડ, દૂધ સાગર રોડ પાસે પોલ ડેમેજ / નમી જવાને કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો.
રાજ્યમાં આગામી પાંચ દિવસ સારા વરસાદની આગાહી
હવામાન વિભાગ (ઈંખઉ) દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદ રહેશે. જ્યારે સૌરાષ્ટ્રમાં એક દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં વરસાદ પડી શકે છે. જ્યારે, સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતા છે.