ગ્રામજનોની રજૂઆત સાથે જ ફૂટપાથ બનાવવા માટે તાત્કાલીક ધોરણે રૂ.1 લાખ મંજૂર કરતા કલેક્ટર
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ
- Advertisement -
કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં કોડીનાર તાલુકાના બરડા ગામે રાત્રીસભા યોજાઈ હતી. આ સભામાં કલેક્ટરએ ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી તેમની સમસ્યાઓ અંગે ચર્ચા કરી સંબંધિત વિભાગને ત્વરીત સમાધાન માટે માર્ગદર્શિત કર્યા હતાં. આ રાત્રીસભામાં ગ્રામજનોએ ફૂટપાથ અંગે રજૂઆત કરતા ફૂટપાથ બનાવવા માટે તાત્કાલીક ધોરણે કલેક્ટરએ રૂૂ.1 લાખ મંજૂર કરતા ગ્રામજનોએ સહર્ષ કલેક્ટરશ્રીનો આ નિર્ણય તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધો હતો. ગ્રામજનોએ ગામતળ-સીમ તળના પ્રશ્ર્નો, ગામતળના પ્લોટની માપણી અંગે, બરડાના બંધારાના સમારકામ અંગે, નદીનું પાણી રોકવા સુરક્ષા દિવાલ, રેશનકાર્ડ સહિતના મુદ્દાઓ અંગે રજૂઆતો કરી હતી. કલેક્ટરએ આ પ્રશ્ર્નોના નિવારણ માટે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી હતી. કલેક્ટરએ આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોમાંથી કુપોષિત બાળકો વિશે વિગતો મેળવી ભોજન અને આરોગ્ય વિશે તેમજ મતદાર સુધારણા કાર્યક્રમ અંગે અને પાક નુકસાન સહાયના ફોર્મ ભરાવા અંગે પૃચ્છા કરી હતી.



