રોડ બન્યો ત્યારે પાઇપલાઇન રિપેરિંગનું કામ ધ્યાને આવ્યો નહી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં શહેરમાં રસ્તાની સમસ્યાનો કોઇ કાયમી ઉકેલ આવતો નથી. જૂનાગઢમાં રસ્તા તો બને છે,પાછળ એટલી જ ઝડપથી ખોદી નાખવામાં આવે છે. ગિરનાર દરવાજા વિસ્તારમાં ડામર રોડ બન્યાનાં કલાકોમાં જ રોડ ખોદી નાખવામાં આવ્યો હતો.
- Advertisement -
જૂનાગઢ શહેરમાં બિસ્માર રસ્તાથી લોકો કંટળી ગયા હતા. અને હજૂ તમામ રોડ નવા બન્યા નથી. શહેરના ગિરનાર દરવાજા નજીક તાજેતરમાં નવો ડામર રોડ બન્યો હતો. રાત્રે આ રોડ બન્યો તો સવારે પાઇપલાઇન રિપેરિંગ માટે રોડ તોડી નાખ્યો હતો. આ રોડ પર ત્રણ લેયર મારવામાં આવ્યા હતા પરંતુ ત્યાં સુધી પાઇપલાઇન રિપેરિંગ કરવાંનું ઘ્યાનમાં આવ્યું ન હતુ અને નવો રોડ બનતા જ તોડી નાખવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે.