આ શિબિર અમદાવાદ, સુરત અને ભાવનગરની ભવ્ય સફળતા બાદ રાજકોટ શહેરમાં પ્રથમ વાર યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સમગ્ર ભારત અને વિદેશમાં 350થી વધુ શિબિરોના આયોજન અને હવે રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી દેશના વિવિધ શહેરોમાંથી આવેલા વિશેષ ઊર્જાથી ભરેલા 8 યુવાનો સવારે વિવિધ બગીચાઓમાં જાય છે, બપોરે બેઠક કરે છે અને સાંજે સામાજિક કાર્યક્રમોમાં શહેરના નાગરિકોને એક ઉત્તમ કાર્ય માટે આમંત્રણ આપે છે. સન ટુ હ્યુમન ફાઉન્ડેશન લોકોમાં સ્વસ્થ શરીર, શાંત મન અને આનંદમય જીવન માટે જાગૃત કરવા રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં 19થી 24 ડીસેમ્બર સુધી સવારે 6-30થી 8-30 સુધી નિ:શુલ્ક શિબિરનું આયોજન કરી રહ્યું છે.
- Advertisement -
પાછલા 30 દિવસથી શહેરમાં જાગૃતતા ફેલાવવા માટે આ સંસ્થાના યુવાઓ દેશના અલગ અલગ રાજ્યમાંથી ગારગીમાં, સુનિયાજી, તારીનીજી, સરસ્વતીજી પેમલજી, તનુજાજી કલકીજી, અંકુરજી, મૃત્યંજયજી મળીને રાજકોટ શહેરમાં હજારો લોકો સાથે મુલાકાત લીધી છે અને તેમને શ્રેષ્ઠ પ્રતિસાદ મળી રહ્યો છે. આ શિબિરનો કોઈ ધાર્મિક સંપ્રદાય કે રાજકીય સમુદાય સાથે સંબંધ નથી અને તેનો કોઈ વ્યાવસાયિક હેતુ પણ નથી, એક માત્ર મકસદ છે માનવ ચેતનાનું ઉન્નતિકરણ, જેથી દરેક વ્યક્તિ સંપન્ન જીવન જીવી શકે. દેશના વિવિધ શહેરોમાં આ શિબિરમાં ભાગ લેનારા હજારો લોકોને શારીરિક અને માનસિક સ્તરે ઘણા લાભ મળ્યા છે જેમ કે 20-30-40-50 કિલો વજન ઘટાડવું, બ્લડપ્રેશર, અસ્થમા, માઈગ્રેન, ડાયાબિટીસ, કબજિયાત જેવી બીમારીઓમાંથી મુક્તિ મેળવી અનેક લોકોએ થાઈરોઈડ, હૃદય સંબંધિત સમસ્યા, તણાવ અને દવાઓથી રાહત મળી છે.
‘યોગ્ય આહાર, યોગ્ય વ્યાયામ, યોગ્ય નિંદ્રા-ધ્યાન’ પર આધારિત આ શિબિરની કેન્દ્રીય વિચારધારા આપણા મગજની ઊર્જાને જાગૃત કરે છે જે વ્યક્તિને પોતાના જ ગુરુ બનવા તરફ દોરી જાય છે. આ ટૂંકા સમય ગાળામાં શહેરના વિવિધ ગ્રુપ અને સોસાયટીઓમાં જેમ કે સિલ્વર હાઈટ્સ, એસ્ટ્રોન સોસાયટી, રાજ રેસિડેન્સી, સુવર્ણભૂમિ, સરદાર બાગ, આર. કે. યુનિવર્સિટી, આર. કે. એમ્બિયન્સ અને અનેક ઘર ઘર જઈ 150થી વધુ ડેમો સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લગભગ 6500 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
શિબિરમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે. રજિસ્ટ્રેશન બાદ એન્ટ્રી કાર્ડના માધ્યમથી શિબિરમાં ભાગ લઈ શકાશે. આ કાર્યને વધુમાં વધુ સફળ બનાવવા માટે મુકેશભાઈ ગાજીપરા ગીરગાઠી રેસ્ટોરન્ટ, નરોત્તમભાઈ પરસાણા, દિનેશભાઈ પટેલ પ્રકૃતિપ્રેમી, સંજયભાઈ સગપરીયા, અશ્ર્વિનભાઈ ખુંટ, દિનેશભાઈ ઉમિયા ચા, કાંતિભાઈ ગજેરા તેમજ અનેક બહેનો અને ભાઈઓ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.