સમગ્ર ફોર્મ ભરવાની પ્રક્રિયાને અત્યંત સરળ બનાવી દેવાઈ
આવકવેરા વિભાગે હવે ટ્રસ્ટ અને નોન પ્રોફીટ ઓર્ગેનાઈઝેશન કરદાતા સિવાયના તમામ પ્રકારના કરદાતા માટે એક નવું એક સમાન આવકવેરા રીટર્ન ફોર્મ જાહેર કર્યુ છે. હાલ આવકવેરા રીટર્ન- અલગ-અલગ 7 ફોર્મેટમાં ઉપલબ્ધ છે અને તે અલગ અલગ પ્રકારના કરદાતાને લાગુ પડે છે પણ હાલમાં જ આવકવેરા વિભાગે બે કેટેગરી સિવાયના કરદાતા (જે આઈટીઆર-7 ભરે છે) તેમના સિવાયના તમામ માટે એક સરળ આઈટી રીટર્ન ફોર્મ ઉપલબ્ધ બનાવ્યું છે અને હાલ તે ફોર્મ અંગે સૂચનો મંગાવ્યા છે.
- Advertisement -
જેમાં તા.15 ડિસેમ્બર સુધીમાં આપવાના રહેશે. જે બાદ આગામી વર્ષથી આ નવું આવકવેરા ફોર્મ અમલી બની શકે છે. હાલ કરદાતાઓને કઈ કેટેગરીમાં આવે છે તે મુજબ તેણે આઈટીઆર-વનથી આઈટીઆર-7 કોઈપણ એક આવકવેરા રીટર્ન ફોર્મ ભરવાનું રહે છે. હાલના આઈટીઆર ફોર્મ તેના શેડયુલ મુજબ ઉપલબ્ધ બને છે પણ નવું ફોર્મ તમામ શેડયુલમાં ચાલશે.
આવકવેરાનું રીટર્ન ફોર્મ આઈટીઆર-2, આઈટીઆર-3 આઈટીઆર-5 અને આઈટીઆર-6 ભરનારને કોઈ વિકલ્પ નહી મળે તેને આ નવું ફોર્મ અમલી બની ગયા બાદ તે જ ભરવાનું રહેશે.
વર્ચ્યુઅલ-એસેટસ-આવક હજું અન્ય-આવક ‘હેડ’ હેઠળ જ રહેશે
નવી દિલ્હી: આવકવેરા વિભાગ દ્વારા નવું આઈટીઆર ફોર્મ જે તમામ માટે તૈયાર કરવામાં આવ્યું છે તેમાં હજુ વર્ચ્યુઅલ-એસેટસ જેમકે ક્રિપ્ટોકરન્સી કે એનએફટી- નોન ફેગેબલ ટોકન ધરાવનારને હજુ ‘આવક’ના કે સતાવાર આવકના હેડ હેઠળ લાવવામાં આવ્યા નથી અને તેની તે આવક સહિતની માહિતી અન્ય આવક-હેડ હેઠળ જાહેર કરવાની રહેશે. સરકારે ક્રિપ્ટોના વ્યવહારોની આવક પર 30% નો ટેક્ષ લાદયો છે અને રૂા.10000થી ઉપરના વ્યવહાર પર 1% ટીડીએસ લાદયો છે પણ હજુ તેને કાનૂની માન્યતા આપી નથી.