ખાસ-ખબર સંવાદદાતા
ચીનમાં મહિલાઓના અધિકાર, સમાનતા અને ન્યાયના દાવાઓની પોલ ખુલી ગઈ છે. ઘરેલુ હિંસાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. દરરોજ એક યા બીજા ભયાનક કિસ્સા લોકો સામે આવે છે. જેને પગલે ચીનના યુવાનો સોશિયલ મીડિયા પર લગ્ન કરવાના નિર્ણય પર સવાલ ઉઠાવી રહ્યા છે. છોકરીઓને લગ્ન અને બાળકના જન્મથી દૂર રહીને પોતાને સુરક્ષિત રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. એટલું જ નહીં, એક વ્યક્તિનું કહેવું છે કે હવે ચીનમાં દરેક વ્યક્તિ લગ્ન કરવાથી ડરે છે. યુવાનોમાં લગ્નનો ડર વધવા લાગ્યો છે. તેઓ કહે છે કે ઘરેલુ હિંસાથી બચવા માટે કોઈ નક્કર વ્યવસ્થા નથી. મહિલાઓ અપમાનજનક સંબંધોમાંથી બહાર નીકળવા માંગતી હોય તો પણ તે કરી શકતી નથી.એક વ્યક્તિએ કહ્યું કે આજકાલ બધા લગ્ન કરવાથી ડરે છે, જેનાથી 4,000 લોકો સંમત થયા. તે જ સમયે, અન્ય લોકોએ ચીની મહિલાઓમાં લોકપ્રિય બની રહેલી એક કહેવતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે મહિલાઓને લગ્ન અને પ્રસૂતિથી દૂર રહેવાની સલાહ આપી હતી.
20 જુનના રોજ એક વિડીયો વાઈરલ થયો હતો. આ વિડીયોમાં વ્યક્તિ વારંવાર એક મહિલા પર કાર ચડાવી રહ્યો છે. આ બાદ તે કારમાંથી ઉતર્યો અને જોવા લાગ્યો તે મૃત્યુ પામી છે કે નહી ? તપાસ કર્યા બાદ તે વ્યક્તિએ ફરી હુમલો કર્યો હતો.
- Advertisement -
ગત માસ દરમિયાન દક્ષીણ ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં એક વ્યક્તિએ તેની પત્ની અને ભાભીની ચપ્પાના ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી. તેના પરિવારે જણાવ્યું હતું કે પત્ની વર્ષોથી ઘરેલું હિંસાથી પીડિત હતી અને છૂટાછેડા લેવાની તૈયારી કરી હતી, આ ત્રીજી એક કિસ્સો પણ સામે આવ્યો હતો જેમાં ચેંગડુની એક મહિલા અનેક વખત ઘરેલું હિંસાની શિકાર બની હતી. મહિલાએ ખુદ સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે લગ્નના બે વર્ષ દરમિયાન તેના પતિએ તેની પર આશરે 16 વખત હુમલો કર્યો હતો.