રેતશિલ્પનો નવતર પ્રયોગ કરી સૌને મતદાન કરવાનો સંદેશો પાઠવ્યો
નથુભાઇ ગરચરે મતદાન જાગૃતિના કંડારેલાં રેતશિલ્પે સહેલાણીઓ માટે આકર્ષણ જમાવ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.9
પોરબંદરમાં દરિયા કિનારે મતદાન જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રેતશિલ્પનો નવતર પ્રયોગ કરી સૌને મતદાન જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો છે. નથુભાઇ ગરચરે મતદાન જાગૃતિનું કંડારેલ રેતશિલ્પે સહેલાણીઓ માટે આકર્ષણ જમાવ્યું છે.
પોરબંદર જિલ્લામાં ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે. ડી. લાખાણી દ્વારા મતદાન જાગૃતિ અભિયાનને વધુ વેગવંતુ બનાવવામાં આવી રહ્યું છે. ચૂંટણી અધિકારી કે. ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ ટીપ, નોડલ ઓફિસર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ સ્વીપ ઓફિસર્સના સંયુક્ત ઉપક્રમે દરિયા કિનારે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત જાણીતા શિલ્પ આર્ટિસ્ટ નથુભાઇ ગરચરે રેતશિલ્પ દરિયા કિનારે તૈયાર કર્યું હતું.
- Advertisement -
નગરજનો અને સહેલાણીઓને મતદાન જાગૃતિ અંગેની પ્રેરણા પુરી પાડવા આયોજન કર્યું હતું. મતદાન જાગૃતિ અંગેના ‘હું અવશ્ય મતદાન કરીશ’ તે સંદર્ભે રેતશિલ્પનું નિમાર્ણ કરતાં અહીં સહેલાણીઓ માટે આકર્ષણ જમાવ્યું હતું અને સહેલાણીઓએ સેલ્ફી લઇ સોશ્યલ મીડિયામાં પણ વહેતી કરી હતી.
રવિવારના દિવસે સુંદર રેતશિલ્પનું નિર્માણ નથુભાઇ ગરચરે કર્યું હતું અને અહીં મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ આવ્યા હતાં અને રેતશિલ્પ નિહાણી તેની સાથે સેલ્ફી લઇ મતદાન જાગૃતિનો સંદેશ ઘર ઘર સુધી પહોંચાડ્યો હતો.