જૂની અદાવતમાં ડબલ મર્ડરની ઘટના બની હોવાનું તારણ: મોડી રાત્રે ગોળી ધરબી પિતા – પુત્રની હત્યા કરી આરોપીઓ ફરાર
હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા પોલીસની અલગ અલગ ટિમો કામે લાગી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામની સીમ વિસ્તારમાં ગત રાત્રીના સમયે પિતા પુત્રને ગોળી મારી હત્યાના બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.ડબલ મર્ડરનો બનાવ સામે આવતા કેશોદ ડીવાયએસપી બી.સી.ઠક્કર અને વંથલી પીએસઆઇ વાય.બી.રાણા સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે પોહચી ડબલ મર્ડર મામલે તપાસ તેજ કરી હતી અને હત્યા પાછળનું કારણ જૂની અદાવતમાં થયું હોવાનું સામે આવી રહ્યું છે. જયારે પિતા રફીક સાંધ અને પુત્ર જીહાલ સાંધની હત્યા કરી ફરાર થયેલા આરોપીઓને ઝડપી લેવા પોલીસે અલગ અલગ ટિમો બનાવી જુદી જુદી દિશામાં તપાસ તેજ કરી છે.
વંથલી તાલુકા રવની સિમ વિસ્તરામાં આવેલ રફીક સાંધ અને તેનો પુત્ર જીહાલ સાંધ જયારે રાત્રીના સમયે વાડીએ હતા ત્યારે અજાણ્યા શખ્સો અચાનક આવી ચડયા હતા અને માથાના ભાગે ગોળી મારી બંનેની હત્યા નિપજાવી ફરાર થઇ ગયા હતા આ ડબલ મર્ડરની ઘટના સામે આવતા પોલીસ કાફલો બનાવ સ્થળે પોહચી જીણવટ ભરી તપાસ બાદ પિતા – પુત્રની ડેડ બોડીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવેલ અને હત્યા પાછળનું પ્રાથમિક તારણ જૂની અદાવતમાં થયું હોવાનું સામે આવ્યું છે.હાલ પોલીસે અલગ અલગ ટિમો બનાવી હત્યારાઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
- Advertisement -
રવની ગામની સિમ વિસ્તારમાં ડબલ મર્ડર મામલે ડીવાયએસપી બી.સી.ઠક્કરે જણાવ્યું હતું કે, આ ડબલ મર્ડર મામલે ગત તા.8.03.2023ના એક હત્યાનો બનાવ બનવા પામેલ હતો અને એ હત્યામાં રફીક અમાદ સાંધના પુત્ર જીહાલ સાંધે બાતમી આપી હોવાને અનુસંધાને ડબલ મર્ડરનો બનાવ બનેલ હોય તેવું સામે આવી રહ્યું છે.ત્યારે હાલ વંથલી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ ચાલી રહી છે.અને પિતા, પુત્રની ડેડ બોડી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરવામાં આવી રહ્યું છે.અને આરોપીઓને ઝડપી લેવા પોલીસે તપાસ તેજ કરી છે. વંથલી તાલુકાના રવની સિમ વિસ્તરામાં પિતા – પુત્રને ગોળી ધરબી ઘાતકી રીતે હત્યાનો બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.ડબલ મર્ડરના બનાવ મામલે ડીવાયએસપી બી.સી.ઠક્કર અને વંથલી પીએસઆઇ રાણા સહીત એલસીબી પીઆઇ જે.જે.પટેલ સહીતનો પોલીસ સ્ટાફ જીણવટ ભરી પૂછતાછ શરુ કરીને આરોપીઓના મૂળ સુધી પોંહચવા અલગ અલગ દિશામાં તપાસના ચક્રોગતિમાન કર્યા છે.અને હત્યાના આરોપીઓને ઝડપી લેવા તપાસ તેજ કરી છે.