જિલ્લા વહીવટી તંત્રના વિભાગો દ્વારા બે યાત્રિકનું રેસ્ક્યુ કરી બચાવી લેવાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
જૂનાગઢ ગિરનાર પર્વત પર અંબાજી મંદિર સુધી એશિયાનો સૌથી લાંબો અને ઊંચો રોપ-વે કાર્યરત છે.અને પ્રતિ વર્ષ હજારો યાત્રિકો ગિરનાર રોપ-વેની સફર માણે છે.ત્યારે આ ગિરનાર રોપ-વે અત્યંત આધુનિક ટેક્નોલોજી સાથે ઉષા બ્રેકો કંપની દ્વારા ચલાવામાં આવે છે.ત્યારે ઘણીવાર હવામાન ખરાબ હોઈ અને પવન ગતિ વધે ત્યારે જો કોઈ રોપ-વેની ટ્રોલીમાં મુસાફરી કરતા યાત્રિકો ફસાઈ તેના માટે શું કરવું તે માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે એનડીઆરએફ, એસડીઆરએફ હેલ્થ અને ફાયર શાખાની ટિમ દ્વારા મોકડ્રિલ યોજવામાં આવી હતી.
- Advertisement -
ગિરનાર તળેટી સ્થિત આવેલ રોપ-વેની લોવર સાઈટ પર મોકડ્રિલ યોજાય હતી જેમાં રોપ-વેની ટ્રોલીમાં ફસાયેલ બે યાત્રિકોને બચાવવા માટે મોકડ્રિલ યોજીને લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને ફસાયેલ યાત્રિકને ઈજાઓ પોહચી હોઈ તેને હોસ્પિટલ સુધી કેવી રીતે લઈ જવા એ તમામની મોકડ્રિલ યોજાય હતી.જોકે સમયાંત્તરે રોપ-વેની ચકાસણી કરવામાં આવી રહી છે.તેમ છતાં કોઈ ખામી સર્જાય તો યાત્રિકો માટે શું કરવું અને તેનું રેસ્ક્યુ કઈ રીતે કરીને સમગ્ર ઓપરેશન પાર પાડવું તેના માટે જિલ્લા વહીવટી તંત્રના લગત વિભાગો દ્વારા ખાસ રોપ-વે સાઈટ પર મોકડ્રિલ યોજાય હતી અને ફસાયેલ બે યાત્રિકોને બચાવી લેવા દિલધડક ઓપરેશન કરવામાં આવ્યું હતું.