પાઈપલાઈનમાં લીકેજ થાય તો તંત્ર કેટલું સાબદુ છે તેનું ડેમોન્સ્ટ્રેશન કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
હળવદના પ્રતાપગઢ ગામની સીમમાંથી પસાર થતી કોયલીથી કંડલા જતી પાઈપલાઈન પ્રોડક્ટ પાઈપલાઈનમાં લીકેજ થાય અથવા કોઈ સંબંધીત દુર્ઘટના બને તો તંત્ર કેટલું સાબદુ છે તે બાબતે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઈઓસીએલના અધિકારીઓ, પોલીસ તંત્ર, આરોગ્ય વિભાગ, ફાયરની ટીમ, સીઆઈએસએફની ટીમ સહિતનાએ ઉપસ્થિત રહી આ મોકડ્રીલની કામગીરી કરી હતી.
- Advertisement -
પ્રતાપગઢ ગામે યોજાયેલી મોકડ્રીલમાં ગ્રામજનોને પાઈપલાઈનમાં આગ લાગે તો શું સતર્કતા દાખવવી તે અંગે જણાવવામાં આવ્યું હતું તેમજ આગ લાગેલી જગ્યા પર આઈઓસીએલના ફાયર વિભાગ દ્વારા ફોમ (ફીણ) નો મારો ચલાવી આગ બૂઝાવવામાં આવી હતી. સાથે સાથે આ ઘટના દરમિયાન કોઈ ઈજાગ્રસ્ત થાય તો આરોગ્ય વિભાગને કેવી રીતે કામગીરી કરવી તેમજ ઘટનાની પોલીસને કેવી રીતે જાણકારી આપવી અને ફાયર વિભાગ તથા આરોગ્યની ટીમ કેટલી વારમાં ઘટના સ્થળે પહોંચે તે લાઈવ ડેમો આપવામાં આવ્યો હતો.