ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરનાં કમલેશ હરર્ષદભાઇ પંડયા છેલ્લા 8 વર્ષથી ગુમ થયાની બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી જે બાબતે બી-ડીવીઝન પોલીસના પીઆઇ એન.એ.શાહ દ્વારા ગુમ થયેલ કમલેશ પંડયાને બેંન્ક એકાઉન્ટના આધારે તપાસ કરતા તેને સુરત ખાતેના ડુમ્મસ રોડ પર આવેલ કેલીબર એથેટીકસ કોસ્મેટીક સર્જરી એન્ડ હેર ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરમાં નોકરી કરતા હોય અને ત્યાં જ રહેતા હોય જેની જાણ પોલીસને થતા પોલીસે તેને સમજાવીને પોતાના ઘરે પરત આવવા માટે રાજી કર્યા હતા અને પોતાના પરિવારને સોંપેલ હતા. જે બાબતે પોલીસે પુછપરછ કરતા આર્થિક સકડામળના કારે ઘરેથી ચાલ્યા ગયા હોય ત્યારે તેને સુરતથી પરત લાવી તેના પરિવારને સોંપી દેતા પરિવારે પોલીસનો આભાર વ્યક્તિ કર્યો હતો.
જૂનાગઢના 8 વર્ષથી ગુમ વ્યક્તિને સુરતથી શોધી પરિવારને પરત કર્યા
