-મેના રોજ 7 મુસાફરો સાથેનું સેસના 206 એરક્રાફ્ટ કોલંબિયાના એરસ્પેસમાં ક્રેશ થયું હતું અને અમેઝોનના જંગલોમાં પડ્યું, હવે છેક 40 દિવસે 4 બાળકો જીવિત મળ્યા
કોલંબિયામાં એક ચમત્કારિક ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, કોઈપણ ભયંકર અકસ્માતમાં, સૌથી વધુ અસર બાળકોને થાય છે. અકસ્માતમાં બાળકોનું બચવું કોઈ ચમત્કારથી ઓછું નથી. તે પણ અકસ્માતના 40 દિવસ બાદ બાળકો જીવિત હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ હકીકતમા 1 મેના રોજ 7 મુસાફરો સાથેનું સેસના 206 એરક્રાફ્ટ કોલંબિયાના એરસ્પેસમાં ક્રેશ થયું હતું અને અમેઝોનના જંગલોમાં પડ્યું હતું. આ દુર્ઘટનામાં પાયલોટ સહિત 3 લોકોના મોત થયા છે. તેમના મૃતદેહ મળી આવ્યા હતા. ચાર બાળકો ગુમ હતા.
- Advertisement -
એક ન્યૂઝ એજન્સી અનુસાર પ્લેન ક્રેશ થયા બાદ સેનાના જવાનોએ બાળકોની શોધમાં અઠવાડિયા સુધી બચાવ અભિયાન ચલાવ્યું હતું. હવે એમેઝોનના ગાઢ જંગલોમાં પ્લેન ક્રેશના 40 દિવસ બાદ ચારેય બાળકો જીવિત મળી આવ્યા છે. કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ જણાવ્યું કે, આ બાળકોને કોલંબિયાના કેક્વેટા અને ગુવિયર પ્રાંતની વચ્ચે ફેલાયેલા એમેઝોનના જંગલોમાં જીવતા બચાવી લેવામાં આવ્યા છે.
શું કહ્યું કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ ?
કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ ટ્વિટર પર આ વિશે માહિતી આપતા તેમણે લખ્યું, આખા દેશ માટે આનંદ! કોલંબિયાના જંગલોમાં 40 દિવસ પહેલા ગુમ થયેલા 4 બાળકો જીવિત મળી આવ્યા છે. તેમના ટ્વીટમાં ઘણા પુખ્ત વયના લોકોની તસવીર સામેલ છે. તેમાંથી કેટલાક લશ્કરી ગણવેશ પહેરેલા છે, જેઓ ગાઢ જંગલોની વચ્ચે તાડપત્રી પર બેસીને બાળકોની સંભાળ લેતા જોવા મળે છે. તે સૈન્ય બચાવ ટીમનો સભ્ય છે.
¡Una alegría para todo el país! Aparecieron con vida los 4 niños que estaban perdidos hace 40 días en la selva colombiana. pic.twitter.com/cvADdLbCpm
- Advertisement -
— Gustavo Petro (@petrogustavo) June 9, 2023
અહેવાલ મુજબ, સેસ્ના 206 વિમાન અરારાકુઆરા પ્રાંતના શહેર સેન જોસ ડેલ ગુઆવિયા અને એમેઝોનાસ પ્રાંતના ગુઆવિયર તરફ જઈ રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો. પ્લેનના પાયલટે મે-ડેની ચેતવણી આપી હતી. એવું માનવામાં આવે છે કે. પ્લેનના એન્જિનમાં ખામી હતી, જેના કારણે તે ક્રેશ થયું હતું.
ચાર બાળકોમાંથી એક 13 વર્ષનો, એક 9 વર્ષનો અને એક 4 વર્ષનો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે જે બાળકને બચાવી લેવામાં આવ્યો છે તે માત્ર 12 મહિનાનો છે. બાળકોના દાદા ફિડેન્સિયો વેલેન્સિયાએ કહ્યું કે ‘હા, બાળકો મળી ગયા છે, પરંતુ મારે તરત જ તેમને લેવા માટે ફ્લાઈટ અથવા હેલિકોપ્ટરની જરૂર છે. તેની સાથે રહેલા ત્રણ પુખ્ત વયના લોકોના મૃતદેહ, તેની માતા, પાઇલટ અને એક સંબંધી બધા જ સૈન્ય દ્વારા ક્રેશ સાઇટ પર મળી આવ્યા હતા. આ કોઈ આશ્ચર્યથી ઓછું નથી. એમેઝોનના ગાઢ જંગલોમાં પ્લેન ક્રેશ થયા પછી આવા નાના બાળકો 40 દિવસ સુધી કેવી રીતે જીવિત રહ્યા.