ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના શનાળા ગામે આવેલ આંબેડકરનગર વિસ્તારમાં રહેતા આધેડ ગતરાત્રીના કુવામાં પડી જતા મોરબી ફાયર બ્રિગેડ વિભાગની ટીમે બનાવ સ્થળે દોડી જઈને ભારે જહેમત બાદ યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના શનાળા ગામે આંબેડકરનગર વિસ્તારમાં રહેતા રાજેશભાઈ દેસાભાઈ સનારીયા (ઉં.વ. 42) નામના આધેડ ગઈકાલે મોડીરાત્રે આંબેડકર નગર નજીક આવેલ કુવામાં પડી જતા મોરબી ફાયર બ્રિગેડ વિભાગની ટીમને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આ આધેડના મૃતદેહને કુવામાંથી બહાર કાઢ્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરીને તપાસ શરૂ કરી છે અને પ્રાથમિક તપાસમાં મૃતક નશાની હાલતમાં હોવાનું બહાર આવ્યું હતું.
શનાળા ગામે નશાની હાલતમાં કુઆમાં પડી જતા આધેડનું મોત
