રૈયા ચોકડી બ્રિજ પરથી પડતું મૂકી કર્યો આપઘાત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની રૈયા ચોકડી બ્રિજ પરથી સમી સાંજે યુવકે મોતની છલાંગ લગાવી આપઘાત કરી લેતા બનાવના પગલે લોકોના ટોળા ઉમટયા હતા ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરતા માનસીક બીમારીથી કંટાળી ચાર દિવસ પૂર્વે ઘરેથી નીકળી જઈ આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યુ હતુ. રાજકોટની રૈયા ચોકડી બ્રિજ પરથી એક યુવકે પડતું મુકી આપઘાત કરી લેતા લોકોના ટોળા ઉમટયા હતા બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઈ તિર્થરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો પોલીસની પ્રાથમીક તપાસમાં મૃતકનું નામ સુરેશ વલ્લભભાઈ ફટાણીયા ઉ.40 અને રખડતુ ભટકતું જીવન જીવતું હોવાનુ જાણવા મળ્યુ હતુ પોલીસે મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી મૃતકના માતા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે મૃતક ભાઈ-બહેનમાં નાનો હતો અને અપરીણીત હતો માનસીક અસ્થિર હોય વારંવાર ઘરમાં માથાકુટ કરતો હતો ચાર દિવસ પહેલા ઝઘડો કરી નીકળી ગયો હતો અને આજે આ પગલું ભરી લીધુ હતું.