ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
મોરબીમાં આગામી જન્મષ્ટમીની ઉજવણીની તૈયારીના ભાગરૂપે અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે શુક્રવારે સર્વે હિન્દુ સંગઠન દ્વારા બેઠકનું આયોજન કરવાં આવ્યું છે.
અખિલબ્રમાંડના નાથ, યશોદાનંદન શ્રી કૃષ્ણ ભગવાનના અવતરણ દિવસ જન્માષ્ટમી નિમિત્તે મોરબીના રાજમાર્ગો પર સર્વે હિન્દુ સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ ભવ્ય શોભાયાત્રાની રૂપરેખા અને આયોજન માટે સર્વે હિન્દુ સંગઠનો દ્વારા વિશેષ બેઠક રાખવામાં આવી રહી છે, જેમાં હિન્દુ સમાજ તથા સર્વે હિન્દુ સંગઠનના દરેક સક્રિય કાર્યકર્તાનો ઉપસ્થિત રહેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ બેઠક તા. 25/07/2025 ને શુક્રવારના રોજ રાત્રે 9:00 વાગ્યે અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે બેઠક યોજાશે. તેવું આયોજકોએ જણાવ્યુ હતું.
આજે મોરબીમાં જલારામ મંદિરે જન્માષ્ટમીની ઉજવણીની તૈયારીના ભાગરૂપે બેઠકનું આયોજન
