ખાસ-ખબર ન્યૂઝ આટકોટ
આટકોટ જલારામ બાપાના ધર્મપત્ની પૂજ્ય વીરબાઈ મા ની 219 મી જન્મ જયંતી નિમિત્તે પ્રથમ વખત જન્મોત્સવ આયોજન કરવામાં આવ્યું છે જેને લઇ ગામ સમસ્ત દ્વારા મીટીંગ નો આયોજન વીરબાઈ માં મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. એમાં ગામના આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગમાં શોભાયાત્રા જમણવાર સહિતની વ્યવસ્થા ને લઇ આયોજન કરવામાં આવ્યું હતું અને વિવિધ વિભાગોને સોપણી કરવામાં આવ્યું હતું. રવિવારના રોજ વીરબાઈ માની મંગલ આરતી અન્નકૂટ મહોત્સવ મહા આરતી મહાપ્રસાદ તેમજ ભવ્ય શોભાયાત્રા નું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમજ શોભાયાત્રામાં વિશ્વ વિક્રમ 64 સલ રોટલાના દર્શનનો પણ ભક્તજનોને લાવવા મળશે વીરબાઈ માં ધામ ગામ સમસ્ત દ્વારા આ મીટીંગ યોજાય હતી તેમાં લોહાણા મહાજન આટકોટ વીરબાઈમાં મહિલા મંડળ આટકોટ વીરબાઈ માં સેવા કમીટી આટકોટ સહિત ઉપસ્થિત રહ્યા હતા 64 કીલો બાજરા નાં લોટ નો રોટલો બનાવામાં આવશે મહોત્સવ પ્રસંગે ગિનીશ બુક ઓફ રેકોર્ડ સ્થાન પામેલા જલારામ મંદિર હાપા જામનગર અને જલારામ સેવા ટ્રસ્ટ હાપા દ્વારા પ્રભુદાસ ખીમજીભાઈ કોટેચા હાપા ખાતે બનાવવામાં આવેલા 64 સલ બાજરાના લોટનો રોટલો આટકોટ ખાતે બનાવવામાં આવશે રોટલાને વીરબાઈ માતાના જ્યારે નીકળનાર શોભાયાત્રામાં સામેલ કરવામાં આવશે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે હરિરામ બાપા દ્વારા વર્ષોથી અહીં અન્નક્ષેત્ર ચાલું છે તેમજ પગપાળા ચાલીને આવતા પદયાત્રીઓ તેમજ ભક્તજનો માટે અહીં રહેવા જમવાની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે આટકોટ ગામના આગેવાનો આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.