ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
ગીર સોમનાથ વેપારી મહામંડળ સંકલન સમિતિ તેમજ વેરાવળ શહેરના અગ્રણીઓની ઉપસ્થિતીમાં પીજીવીસીએલ અધીકારી ડી.ડી.ડોડીયા તેમજ સ્માર્ટ મીટર અપ્રાવાના કર્મચારીઓ સાથે તા.17ના રોજ મીટીંગ કરેલ હતી, મીટીંગ નો હેતુ હાલ સ્માર્ટ મીટર ફાસ્ટ ચાલે છે, રીડિંગ વગેરે બાબતે રાજ્યના અનેક વિસ્તારોમાં ઉહાપોહ અને પ્રશ્ર્નો બાબતે હતો, જેમાં મુખ્યત્વે નિચે જણાવેલ મુદ્દાઓ પર રજૂઆત કરાઇ હતી અને સહમતી સધાઇ હતી.
- Advertisement -
જેમાં વેપારી મંડળ પીજીવીસીએલ અધિકારી સાથે બેઠકમાં સ્માર્ટ મીટર ફરજીયાત નહીં પરંતુ મરજીયાત (વિજ ગ્રાહકની ઇચ્છાનુસાર) લગાડવામાં આવે તેમજ સ્માર્ટ મીટરની વિશ્વસનીયતા કે પારદર્શિતા પુરવાર થાય એ માટે અમારા દ્વારા સુચવેલ અલગ અલગ વિસ્તારમાં પાંચ/સાત જગ્યાએ પેરેલલ મીટર (હાલનુ તેમજ સ્માર્ટ મીટર) લગાડવુ જેથી બંને મીટરના રીડિંગ કે વપરાશ સરખા જ છે કેમ? જાણી શકાય થતા સ્માર્ટ મીટર ફીટ કરતા સમયે અગાઉનુ બાકી રહેતુ બિલ અલગથી વસુલવુ અને સ્માર્ટ મીટરના બાકી ચડત રકમની જાણકારી મેસેજ/ટેક્સ્ટ મેસેજ તેમજ ફોન – કોલ દ્વારા આપવી તેમજ સ્માર્ટ મીટર લગાડતા ની સાથે જ વિજ ગ્રાહકે અગાઉની ભરેલ ડીપોઝીટ વ્યાજ સહિત તેજ તારીખે ગ્રાહકના વિજ એકાઉન્ટમાં જમા આપવી અને સોલાર સિસ્ટમ ધરાવતા ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાડાશે નહીં એવુ અધિકારીઓ એ જણાવેલ છે.