ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર એચ.કે. વઢવાણિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી વીડિયો કોન્ફરન્સ રૂમ ઈણાજ ખાતે ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ ગીર સોમનાથ જિલ્લામાં સમાવિષ્ટ 4 વિધાનસભા મતવિસ્તારમાં તા.16 જુલાઈ2023ના રોજ મતદાન મથક પુનર્ગઠન પ્રાથમિક દરખાસ્ત કરવામાં આવી હતી જે અંતર્ગત સાંસદ સભ્ય/ધારાસભ્યશ્રીઓ તથા માન્ય રાજકીય પક્ષના સલાહ-સૂચનો મેળવવા અંગે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ બેઠકમાં જિલ્લામાં મર્જ કરીને બંધ થતાં હોય તેવા કુલ 37 બુથ તેમજ સેક્સન શિફ્ટ થતાં હોય તેવા કુલ 15 બુથ, નવા બિલ્ડિંગમાં શિફ્ટ થતાં હોય 47 બુથ તેમજ માત્ર નામ બદલવાનું હોય તેવા 12 બુથ મળી કુલ 111 બુથમાં સુધારા/વધારા/ફેરબદલી કરવા બાબતે તમામ રાજકીય પક્ષો સાથે ચર્ચા વિચારણા તેમજ તેમના સલાહ સૂચનો અનુસાર કામગીરી હાથ ધરવામાં આવી છે. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર જાની, પ્રાંત અધિકારી જે.એમ.રાવલ, નાયબ કલેક્ટર ભૂમિકા વાટલિયા, પુરવઠા અધિકારી રાહુલ ગમારા સહિત રાજકિય પાર્ટીના આગેવાનો તેમજ પ્રતિનિધિઓની પણ ઉપસ્થિતિ રહ્યા હતા.