બેઠક સાથે અભ્યાસ વર્ગનું આયોજન કરાયું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
- Advertisement -
ગીર સોમનાથ જિલ્લામાં પ્રાચી ખાતે વિશ્વ હિન્દૂ પરિષદની બેઠક સાથે અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બે સત્રો તેમજ બપોર બાદ ત્રણ સત્રોનું આયોજન કરાયું હતું અને એક સત્ર આરએસએસનાં અધિકારી દ્વારા કાર્યકર્તાના ગુણના વિષય ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એકદમ ચયનીત કાર્યકર્તા માટેનું આ આયોજન હતું. આગામી આવનાર કાર્યક્રમોનું પણ આયોજન હતું.
આ બેઠકમાં જૂનાગઢ વિભાગ સંગઠન મંત્રી ભાસ્કરભાઈ મકવાણા, પ્રાંત પ્રચાર પ્રસાર પ્રમુખ હિરેનભાઈ રૂપારેલિયા તેમજ પ્રાંત મંત્રી ભૂપતભાઈ ગોવાણી દ્વારા અલગ અલગ સત્રોમાં પણ લેવામાં આવેલ હતા બેઠકના અંતમાં પ્રખંડની ટીમની ઘોષણા કરવામાં આવી હતી તેમજ આગામી દિવસોમાં પ્રખંડ બેઠકની તારીખ, સ્થાન તેમજ સમય નિશ્ચિત પણ કરવામાં આવેલ હતો ત્યારે વહેલી તકે ગીર સોમનાથ જિલ્લામાં 350 ગામોમાં સમિતિની રચના બને એવા સંકલ્પ સાથે બેઠકની પૂર્ણાહુતિ થઈ હતી.