સૌના સાથ સહકારથી નશા મુક્ત ભારત અભિયાનને સફળ બનાવીએ : મહેન્દ્ર બગડિયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પોલીસ વિભાગ ઉપરાંત શિક્ષણ, આરોગ્ય સહિતના વિભાગો સાથે મળી અસરકારક ઝુંબેશ ચલાવી નશા મુક્ત ભારત અભિયાનને સફળ બનાવવાનો કોલ આપવામાં આવ્યો હતો. રાજકોટ શહેરમાં જનજગૃતિ અભિયાન ઉપરાંત ડ્રગ્સ વિરોધી ઝુંબેશ અર્થે ફૂડ એન્ડ ડ્રગ્સ, કૃષિ અને વન વિભાગ ડ્રગ્સ અને નશાકારક ઉત્પાદકર્તા અને વેચાણકર્તાઓ પર વ્યાપક કાર્યવાહી કરે તેવી ખાસ સૂચના અધિક પોલીસ કમિશ્નરે આપી હતી.
- Advertisement -
પોલીસ વિભાગ દ્વારા એન્ટી-ડ્રગ્સ કેમ્પેઇન કામગીરી અંગે ક્રાઈમ વિભાગના મદદનીશ પોલીસ કમિશનર ભરત બસિયાએ રાજકોટ શહેરમાં પકડવામાં આવેલ ડ્રગ્સનાં કેસની માહિતી આપતા જણાવ્યું હતું કે, એક માસમાં એન.ડી.પી.એસ. ના કુલ 3 કેસ કરવામાં આવ્યાં છે. વધુમાં પી.આઈ. ટી એક્ટ હેઠળ 16 પ્રપોઝલ પૈકી 10 આરોપી વિરુદ્ધ કામગીરી કરવામાં આવી છે. નવરાત્રી દરમ્યાન જુદા જુદા રાસોત્સવમાં 12 હજારથી વધુ ખેલૈયાઓને ‘જફુ ગજ્ઞ જ્ઞિં ઉિીલત’ શપથ લેવડાવવામાં આવ્યા હતાં. આ ઉપરાંત બેઠકમાં પ્રાંત કચેરી, મહાનગરપાલિકા, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની માહિતી પુરી પાડવામાં આવી હતી આ બેઠકમાં ડી.સી.પી. ઝોન -1 હેતલ પટેલ, ઝોન – 2 રાકેશ દેસાઈ, એસ.ઓ.જી સહીત વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીઓ, કસ્ટમ, સમાજ સુરક્ષા, ફૂડ એન્ડ ડ્રગ, ફોરેન્સિક, સિવિલ, મનોચિકિત્સક, રિહેબિલિટેશન, કૃષિ અને વન વિભાગ, તોલમાપ. સાઇન્ટિફિક સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, મહાનગર તેમજ સિવિલના આરોગ્ય અધિકારીઓ તેમજ રાજકોટની વિવિધ યુનિવર્સીટીના નોડલ અધિકારીઓ જોડાયા હતાં.