પ્રિન્ટિંગ પ્રેસના માલિકો-સંચાલકો યોગ્ય રજિસ્ટરો નિભાવવા સૂચન
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી, તા.20
- Advertisement -
લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલી છે. આદર્શ આચાર સંહિતાના સુચારુ અમલીકરણ માટે અમરેલી જિલ્લામાં ચૂંટણી પ્રચાર-પ્રસાર દરમિયાન રાજકીય પક્ષો દ્વારા પ્રકાશિત કરવામાં આવતા પોસ્ટર, બેનર્સ,પેમ્ફલેટ સહિતના સાહિત્યના પ્રકાશનમાં તેના લખાણ સહિતની બાબતોમાં આદર્શ આચાર સંહિતાનો ભંગ ન થાય તે સુનિશ્ચિત કરવાના હેતુથી અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અજય દહિયાએ અમરેલી જિલ્લાના પ્રિન્ટીંગ પ્રેસના માલિકો/સંચાલકો સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ પ્રિન્ટીંગ પ્રેસના સંચાલકોએ નિભાવવાના થતા રજિસ્ટર અને નિયત નમૂનાઓ અંગે વિગતો આપી તે નિભાવવા અંગેનું માર્ગદર્શન આપ્યું હતુ.
પ્રિન્ટીંગ થયેલા સાહિત્યની નિયત નકલો, નિયત સમયમર્યાદામાં અમરેલી જિલ્લા ચૂંટણી શાખા, નિવાસી અધિક કલેકટરને અને આદર્શ આચાર સંહિતા અમલીકરણ નોડલ અધિકારી સહિતના સંબંધિત અધિકારીઓને પહોંચાડવાની વ્યવસ્થા જળવાય રહે તે જોવા સુનિશ્ચિત કરવા જણાવ્યુ હતું. વધુમાં જણાવેલ ખર્ચની વિગતો નિયત રીતે નિભાવવામાં આવે અને પ્રિન્ટીંગ થનાર સાહિત્યના ખર્ચની માહિતી પણ આ સાથે નિયત નમૂનાઓમાં જોડવાની રહેશે. તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સક્સેનાએ લોકપ્રતિનિધિ એક્ટ અંતર્ગત આ કાયદાની જોગવાઈ અને તેના અમલીકરણ અંગે જણાવેલ હતું.