ખાસ-ખબર ન્યૂઝ પાલિતાણા
પાલીતાણાના ખાખરીયા ગામે પ્રાથમિક શાળા માં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સ્વર્ગવાસ પોપટભાઈ નારાયણભાઈ કાંસોદરીયા અને સ્વર્ગવાસ ઈશ્વરભાઈ કરમશીભાઈ કાસોદરીયા ની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ રૂપે દાતાશ્રી વલ્લભભાઈ કાસોદરીયા તરફથી ગામના લોકોની નીરોગીતા અને સ્વાસ્થ્ય માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ આ મેડિકલ કેમ્પમાં પાલીતાણા તાલુકાના સદવિચાર હોસ્પિટલ ના ડોક્ટર ડી.એમ છોટાળા અને તેમની ટીમના ડો.અરવિંદભાઈ વાળા ડો.અરવિનભાઈ સરવૈયા ડો દીગેશ ઉપાધ્યાય તથા ડો. નિલેશભાઈ લાડુમોર તથા બીજા તેમના સાથી મિત્રો અને શિહોર તાલુકાના આંખના નિષ્ણાંત ડો સિદ્ધાર્થભાઈ ગોસાઈ ડો ચિંતન રાજ્યગુરુ મેડિકલ સ્ટોર સેવા જયપાલસિંહ ચોહાણ હાજર રહેલ જેમણે ગામના તમામ લાભાર્થીઓની ચકાસણી કરેલ અને ચકાસણી અનુરૂપ સારવાર સૂચવેલ.આ મેડિકલ કેમ્પ દરમિયાન લોહીના રિપોર્ટ પણ કરવામાં આવ્યા તદ્દનાનુંસાર સારવાર પણ આપવામાં આવી ગામના માજી સરપંચ લાલજીભાઈ તથા ગામના સરપંચ સંજયભાઈ તેમજ ઉપસરપંચ ભરતભાઈ લુણી તથા શાળાના આચાર્ય ભરતભાઈ ખીમસુરીયા વગેરે એ ખૂબ સાથ સહકાર આપી, આ કાર્યક્રમને સફળ બનાવ્યો દાતાશ્રી વલ્લભભાઈ કાસોદરીયા તરફથી મેડિકલ ટીમના તમામ સભ્યોને મોમેન્ટો આપી ને સન્માનિત કર્યા તેમજ શાળા ને પણ મોમેન્ટો આપી અને આભારની લાગણી વ્યક્ત કરી હતી. ગામના લોકો ના સ્વાસ્થ્ય માટે આ કેમ આશીર્વાદરૂપ બની રહ્યો હતો. ગામના યુવાનો એ પણ ખૂબ જ સહયોગ અને સહકાર આપ્યો હતો. ગામના સરપંચ સંજયભાઈ તથા ઉપસરપંચ ભરતભાઈ લાલજીભાઈ તથા શાળાના આચાર્ય તથા શાળાના સ્ટાફ ગ્રામજનો દ્વારા દાતાશ્રી વલ્લભભાઈ કાસોદરીયા નો શાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. ગામના લોકોએ દાતાશ્રી નો ખુબ ખુબ આભાર માન્યો હતો. આ સમગ્ર કેમ્પનું સંચાલન કરવા માટે તથા વ્યવસ્થા કરવા માટે લાભુભાઈ કાંસોદરીયા તથા તેમના પરિવારે સવિશેષ ફાળો હતો.