ઉતરાયણના દિવસે દાન પુણ્યનું વિશેષ મહત્વ હોય છે જેથી લોકો વિવિધ સેવાકાર્યો કરીને અથવા અલગ અલગ રીતે દાન પુણ્ય કરતા હોય છે ત્યારે સાપર ગામના યુવા ગ્રુપ દ્વારા જરૂરીયાતમંદ પરીવારોને રાશન કીટ આપીને તેમજ વિવિધ સેવાકીય કર્યો કરીને ઉત્તરાયણના તહેવારની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. સાપર ગામના યુવા સરપંચ જાડેજા રવિરાજસિંહ, ઉપસરપંચ જાડેજા શિવરાજસિંહ, સભ્ય જાડેજા હરપાલસિંહ, જાડેજા જયદીપસિંહ, જાડેજા યોગરાજસિંહ, જાડેજા ઇન્દ્રસિંહ તેમજ જાડેજા લકીરાજસિંહ અને જાડેજા સંદિપસિંહ દ્વારા ઉતરાયણ નિમિતે સાપર ગામના જરૂરિયાતમંદ 150 જેટલા પરિવારને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ 200 મણ ચારો ગૌમાતાને અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સાપર પ્રાથમિક શાળામાં તમામ બાળકોને 700 થી 800 પતંગનું વિતરણ કરી બાળ-માનવ કે પશુઓના મુખ પર સ્મિત લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આમ, સાપર ગામના યુવાનો દ્વારા ઉતરાયણની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.
શાપર ગામના યુવા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ પરીવારોને રાશન કીટ આપીને ઉત્તરાયણની સાર્થક ઉજવણી

Follow US
Find US on Social Medias