સેક્સ સમસ્યાને લગતી કોલમ અચૂક વાંચી લેનારાં પણ સેક્સ સમસ્યાને વિકાર અને સંકોચનું કારણ જ ગણે છે
આ વેબસિરિઝની વાત તમે એકલાં-એકલાં વાંચી લેવાના છો તેમ લાખ ઈચ્છા હોવા છતાં કદાચ, આ વેબસિરિઝ તમે જોઈ શક્વાના નથી અને જે જોશે તેઓ નિરાશ પણ થવાના છે કારણકે શિર્ષક સંકેત આપે છે, એવા કોઈ ગલગલિયાં ડૉ. અરોરા ગુપ્ત રોગ વિશેષજ્ઞ જોઈને થવાના નથી. સેક્સ અને તેની સાથેની તમામ વાતો માટે લાખ કુતૂહલ અને જિજ્ઞાસા હોવા છતાં આપણે ત્યાં એ કાયમ ટેબુ વિષય જ રહ્યાં છે. અછૂત જેવા અને તેમાં સેક્સને લગતી બિમારી તેમજ તેની સારવાર કરનારાઓનો પણ સમાવેશ થઈ જાય.
- Advertisement -
સેક્સ સમસ્યાને લગતી કોલમ અચૂક વાંચી લેનારાં પણ સેક્સ સમસ્યાને વિકાર અને સંકોચનું કારણ જ ગણે છે. મોતિયો આપણા માટે સહજ છે પણ માસ્ટરબેશન ગંદુ. શરદીમાં દવા લેનાર પણ શીઘ્રપતનને વિકૃતિનું પરિણામ જ માને છે. ઉલ્ટી (વોમિટ) માટે કાળજી લેનાર, ઉત્થાન માટેની સારવાર લેનારને રક્તપિતના રોગી જેવો માનવામાં આવે છે અને છોછ, અણગમા અને અછૂત જેવી માનસિક્તાને કારણે જ આપણે ત્યાં ગુપ્ત રોગ વિશેષજ્ઞ ને શંકા અને કંઈક અંશે બેશરમ જેવા દૃષ્ટિકોણથી જ જોવામાં આવે છે.
સોની લિવ પર સ્ટ્રીમ થયેલી ડૉ. અરોરા (ગુપ્ત રોગ વિશેષજ્ઞ) વેબસિરિઝમાં આ જ બધી વાતોને મનોરંજક પણ મેચ્યોર્ડ તરીકાથી પેશ કરવામાં આવી છે.
આગરા, સવાઈ માધોપુર અને મુરેનામાં પોતાનું સેક્સ સારવાર માટેનું કલિનિક ચલાવતાં ડૉ. વિશેષ અરોરા (કુમુદ મિશ્રા) પાસે જાતજાતની સેક્સ-સમસ્યા લઈને લોકો આવે છે. પરંપરાગત અખબાર માલિક (વિવેક મુશરન-આપણો ઈલુ ઈલુ બોય) પોતાના પુત્રને પત્નીથી પણ છાનો લાવે છે કારણકે પુખ્ત થઈ રહેલાં દીકરાને અવારનવાર ડિસ્ચાર્જ થતું રહે છે. એક ગાયક તેમજ પોલિટિશ્યનના નજીકના યુવાનનું ઘોડું દશેરાએ જ દોડતું નથી એક બાબાને ભક્તાણીઓ પર આશિર્વાદ વરસાવવા છે પણ દુકાળ પીછો છોડતો જ નથી. બનીઠનીને હિરોઈનની જેમ આવતી એક યુવતીને તપાસવા દરમિયાન ખબર પડે છે કે, તેને ગુપ્તરોગ થયો છે. સંતાન ન થતું હોવાથી માતા દીકરીને લઈને આવે છે પરંતુ તપાસ માટે એ જમાઈને ડૉ. વિશેષ અરોરા પાસે લાવતી નથી તો શહેરના પોલીસ વડાને પથારીમાં પત્ની સાથે હોય ત્યારે ઉતાવળે આંબા પાકી (શીઘ્ર પતન) જવાની સમસ્યા છે.
- Advertisement -
રોક સ્ટાર, જબ વી મેટ ફેમ ઈમ્તિયાઝ અલીએ ક્રિએટ કરેલી ડૉ. અરોરા (ગુપ્તરોગ વિશેષજ્ઞ) વેબસિરિઝ ડેફિનેટલી એક સાહસિક સર્જન છે કારણકે આ વિષયમાં લપસી જવાય એવાં ગલગલિયાં કરાવવાની ક્ષ્ામતા છે પરંતુ ત્રણ ડિરેકટર (નિધિ શેઠીયા નાયર, સાજીદ અલી અને અર્ચિત કુમાર) ઉપરાંત છ લેખકો (જેમાં ખુદ ઈમ્તિયાઝ અલી, સાજીદ અલી, આરિફ અલી, દિવ્ય પ્રકાશ દૂબે, સુદીપ નિગમ અને દિવ્યા જોહરી) એ એવી સરસ રીતે વાર્તા ગૂંથી છે કે ટેબુ વિષયને મર્યાદા સાથે મનોરંજક બનાવી દીધો છે. સેક્સની સમસ્યાનો મોટાભાગના લોકોને અનુભવ નથી હોતો. થેન્ક ગોડ. પરંતુ આવી સમસ્યાનો સામનો કરતાં અને ડૉકટર પાસે વ્યક્ત કરતી વખતની મૂંઝવણ આપમેળે હાસ્ય સર્જે છે. પોલીસ અધિકારી પોતાની બદનામીના ડરે ડૉ. વિશેષ અરોરાને ઘરે બોલાવે છે ત્યારે પણ ખુલ્લીને પોતાની તકલીફ બયાન નથી કરી શક્તો અને બેધડક તેની પત્ની (પતિની) સમસ્યા બયાન કરે છે, એ શ્ય પણ અનેક શ્યોની જેમ સરસ બન્યું છે.
ડૉ. અરોરા (ગુપ્ત રોગ વિશેષજ્ઞ) વેબસિરિઝમાં વિવેક મુશરન, શેખર સુમન અને વિદ્યા માલવડે (ચક દે ઈન્ડિયાવાળી) જેવા જાણીતા એકટર છે જ. પ્રમાણમાં ઓછાં જાણીતાં કલાકારોએ પણ પોતાના સાહસિક પાત્રો ખૂબીથી ભજવ્યાં છે પરંતુ આખી વેબસિરિઝનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ ડૉ. વિશેષ અરોરા બનતાં કુમુદ મિશ્રા છે. સેક્સના ડોકટર તરીકે કુમુદ મિશ્રાએ ગજબની મિઠાશ અને નરમાશથી કામ ર્ક્યું છે કે આપણને એ ગમવા માંડે. કુમુદ મિશ્રાની પાત્રવરણી જ એ વાત સાબિત કરે છે કે, સર્જકોએ આ વેબસિરિઝને ગલીપચી કરાવવા માટે નહીં, સાચી નિસ્બત સાથે બનાવી છે. સેક્સ (કે તેની સમસ્યા) એવો ડેલિકેટ વિષય છે કે અનિચ્છાએ પણ તેમાં છિછરાપણું ઉમેરાઈ જતું હોય છે પરંતુ સંવાદોની અભિવ્યક્તિને સહજ ગણવામાં આવે તો ડૉ. અરોરા ફુલ્લી માર્કથી પાસ થયા છે. સ્ક્રીન પર એકદમ સ્વીટ લાગતાં ડૉ. વિશેષ અરોરા સેક્સની સમસ્યાના ડોકટર કેમ બન્યાં અને ખુદની માતાથી સેક્સોલોજીસ્ટ હોવાની વાત કેમ છૂપાવે છે, તેની પણ કથા છે. એ જાણવા માટે હિંમત કરીને ડૉ. અરોરા (ગુપ્ત રોગ વિશેષણજ્ઞ) વેબસિરિઝ જોવી રહી.
ગોડસે: મની હીસ્ટ અને ધ નેગોસિએશન
મની હીસ્ટ વેબસિરિઝને કારણે ફેમસ બની ગયેલાં માસ્ક પહેરીને શહેરના ધનાઢય ગણાતાં બે-ચાર લોકોના અચાનક અપહરણ થઈ જાય છે. પોલીસ તેને શોધે કે રોકે એ પહેલાં જ અપહરણર્ક્તા વિડિયો કોલ કરીને બધાની સમક્ષ્ા હાજર થઈ જાય છે પણ પોતાની સાથે નેગોસિએશન કરવા માટે એક મહિલા ઈન્વેસ્ટીગેશન ઓફિસરની ડિમાન્ડ મૂકે છે. લાચારીવશ એ મહિલા ઓફિસરને નેગોશિએટર તરીકે બેસાડવી પડે છે અને પછી એક પછી એક રહસ્ય ખૂલવા માંડે છે. અપહરણર્ક્તાએ ચોક્કસ પોલીસ ઓફિસરનો આગ્રહ કેમ રાખ્યો તેનો પણ ખુલાસો થાય છે અને તેલુગુ ફિલ્મ ગોડસેની આ કથા છે. તમને ગોડસે નામથી આ ફિલ્મ જોવાનું મન થાય છે પણ જોતાં-જોતાં જ આ બધું અગાઉ પણ કોઈ ફિલ્મમાં જોવાનું યાદ આવે છે.
ખાંખાખોળાં કરતાં ભેદ ખૂલે છે કે, ર018માં આવેલી કોરિયન ફિલ્મ ધ નેગોશિએશન ફિલ્મની ગોડસે ઓફિશ્યિલ રિમેક છે પણ ગોડસે નામ આપીને આપણને આકર્ષવા માટે એટલાં ફેરફાર કરવામાં આવ્યા છે કે મૂળ ફિલ્મનું હાર્દ જ મરી ગયું છે. કોરિયન મૂવીમાં તો ગુનેગારો સાથે નેગોશિએશન કરનારાં એક્સપર્ટ લોકોની કૂનેહ, વાતચીત પરથી ગુનેગારનું માનસ પકડવાની ક્ષ્ામતા તેમજ વાતચીતમાં અટવાવીને સમય પસાર કરવાની નેગોશિએટરની કળા પર ફોક્સ છે, જયારે ગોડસે પૂરી કરો ત્યારે એ અલગ અંદાઝમાં કહેવાયેલી એક રિવેન્જ સ્ટોરી હોવાની જ છાપ પડે છે. નેગોશિએટરની ચાલાકી કે અપહરણર્ક્તાની ગડમથલ કે મથામણ અહીં ક્યાંય નજરે જ ચડતી નથી.
ગોડસે ફિલ્મ અપહરણર્ક્તા વિશ્વનાથ રામચંન (સત્યદેવ કંચારાણા) અને નેગોશિએટર બનતી ઓફિસર વૈશાલી (ઐશ્વર્યા લક્ષ્મી) વચ્ચેની કહાણી બનવી જોઈએ પણ બિઝનેસમેનમાંથી અપહરણર્ક્ત બનેલાં હિરોની કથા બની જાય છે. ઠીક છે. સમય મળે અને કોરિયન ફિલ્મ ન જોઈ હોય તો જોઈ લેવાય. હા, ગોડસે નામથી છેતરાવું નહીં અમારી જેમ઼ સ્કૂલના નાટકમાં હિરોએ ગોડસેનું પાત્ર ભજવેલું એટલે મિત્રો તેને ગોડસે તરીકે જ સંબોધે છે અને એટલે એ રીતે ગોડસે નામ ફિલ્મને જસ્ટીફાય કરે છે, રિમેકને નહીં.