ખાસ-ખબર સંવાદદાતા
પાલીતાણા શેત્રુંજય અને સમ્મેત શિખર સહિતના જૈન સમાજના તિર્થ સ્થાનોની રક્ષા માટે રાજયભરમાં જૈન સમાજ એક જુટ થઇ લડત ચલાવી રહ્યા છે. ત્યારે આજે જૂનાગઢ જૈન સમાજની વિશાળ સંખ્યામાં બાઇક સાથે પગપાળા ચાલી વિશાળ સંખ્યામાં રેલી યોજાઇ હતી. જે રેલીમાં સફેદ વસ્ત્રો અને લાલ વસ્ત્રો પહેરીને હાથમાં બેનરો સાથે શહેરનાં જગમાલ ચોકથી પ્રસ્થાન કરી સોની બજાર, માલીવાડા રોડ, આઝાદ ચોકથી કલેકટર કચેરીએ પહોંચી હતી અને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં એવી માંગ કરવામાં આવી હતી કે, જૈન સમાજના તિર્થ ક્ષેત્રોની રક્ષા થવી જોઇએ અને જે તિર્થ ક્ષેત્રોને નુકશાન કરતા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઇએ. તેવી માંગ ઉઠી હતી.
જૂનાગઢમાં જૈન સમાજની વિશાળ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર
