તા.2ના ભવ્ય સંતવાણી લોકડાયરો યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સ્વ. બેચરભા પાંચાભા પરમારની ચોથી વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે તા. 2-5 ને શુક્રવારના રોજ સવારે 10થી 1 કલાકે શિવશક્તિ રેસ્ટોરન્ટ, બેન્કવેટ હોલ, કુવાડવા રોડ ખાતે મહારક્તદાન કેમ્પ તથા રાત્રે 9 કલાકે 50 ફૂટ રોડ, શ્રી બેચરભા પરમાર ચોક, ડીમાર્ટ સામે, કુવાડવા રોડ ખાતે સંતવાણી અને લોકડાયરાનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવનાર છે. શુક્રવારે યોજાનાર સંતવાણી અને લોકડાયરાના કાર્યક્રમમાં હરેશદાન સુરુ (ગઢવી), અનુભા જામંગ, વિવેક સાંચલા, દેવરાજ ગઢવી, અલ્પાબેન પરમાર, વિરસિંહ રાઠોડ સહિતના કલાકારો સંતાવણી અને લોકડાયરામાં જમાવટ કરશે. તેમજ સવારે 10 વાગ્યે બેચરભા પાંચાભા પરમાર ચોકનું નામકરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સર્વે મિત્ર મંડળને પધારવા ચંદુભા પરમાર, હરેશસિંહ પરમાર, દર્શનસિંહ પરમાર, દક્ષરાજસિંહ પરમાર સહિતનાઓએ આમંત્રણ પાઠવ્યું છે.