પ્રોફેટ સાહેબના 1500મા જન્મદિવસે માનવતાના સંદેશ સાથે રક્તદાન કરવા જાહેર અપીલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પયગંબર સાહેબ હઝરત સલ્લલ્લાહો અલૈહે વસલ્લમના 1500મા જન્મ દિવસ એટલે કે ઇદે મિલાદના પાવન અવસરની ઉજવણી નિમિત્તે રાજકોટના કોમી એકતાના પ્રતીક સમાન હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફ ખાતે ભવ્ય મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
દરગાહ ટ્રસ્ટ સંચાલિત મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને જીવનદીપ બ્લડ સેન્ટર (બેંક)ના સહયોગથી આ રક્તદાન કેમ્પનું આયોજન શુક્રવાર, 5 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફ ટ્રસ્ટના પ્રમુખ યુસુફભાઈ ઇસ્માઇલભાઈ દલ અને સર્વ ટ્રસ્ટી મંડળ દ્વારા તમામ આશિકાને રસૂલને આ રક્તદાન કેમ્પમાં જોડાઈને રક્તદાન કરી આ માનવસેવાના કાર્યમાં સહભાગી થવા જાહેર અપીલ કરવામાં આવી છે. આયોજકોએ પયગંબર સાહેબના શાંતિ, ભાઈચારો અને સત્યના સંદેશાને રક્તદાન જેવા ઉમદા કાર્ય દ્વારા જીવંત રાખવાનો પ્રયાસ કર્યો છે.