માનસિક અને શારીરિક ત્રાસ આપતા પતિ – સાસુ વિરૂદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના સુસવાવ ગામે પરણેલી મહિલાને રાપર ખોખરા (કચ્છ) ના સાસરિયાઓ કરીયાવર ઓછો લાવી છો તેમ કહીને મેણાટોણા મારી શારીરીક અને માનસીક ત્રાસ આપતા હોય પરિણીતાએ મોરબી મહિલા પોલીસ મથકમાં પતિ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હળવદ તાલુકાના સુસવાવ ગામે પરણેલા દીનાબા સજુભા ચૌહાણના વર્ષ 2013 માં રાપર ખોખરા તા. અંજાર, જી. ભુજ (કચ્છ) ના વીરેન્દ્રસિંહ મંગુભા જાડેજા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિ વીરેન્દ્રસિંહ અને સાસું પ્રવીણાબા મંગુભા જાડેજા અવારનવાર નાની નાની બાબતોમાં તથા રસોઇ બાબતે તથા કરીયાવર ઓછો લાવી છો તેમ કહી મેણાટોણા મારીને શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપી મારકુટ કરતા હોય દીનાબાએ પરિવાર દ્વારા સમાજરાહે સમાધાનના પ્રયાસો કર્યા હતા જે સફળ ન થતા અંતે ઘરેલુ હિંસા મામલે મોરબી મહિલા પોલીસ મથકમાં પતિ-સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.