1952માં થઇ હતી ફેફસાની બીમારી
ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.14
- Advertisement -
નવી ’આયર્ન લંગ’ એટલે કે લોખંડના ફેંફસાની મદદથી 70 વર્ષથી જીવી રહેલા વાલેપોલ એલેકઝાન્ડરનું અવસાન થયું છે. 78 વર્ષની ઉંમરને એલેકઝાન્ડર પોલિયો પોલના નામથી જાણીતા હતા. પોલ એલેઝાન્ડરને 1952માં 6 વર્ષની ઉંમરે પોલિયો થયો હતો. પોલિયોની સારવાર માટે ટેકસાસની હોસ્પિટલમાં દાખલ થવું પડયું હતું. પોલિયો ઉપરાંત એલેકઝાન્ડરના ફેેફસા ખરાબ હોવાથી લોખંડમાંથી બનેલા બોકસ (આયર્નલંગ)માં રાખવામાં આવ્યા હતા.
આ બોકસમાં તેમણે પોતાનું સમગ્ર જીવન પસાર કર્યુ હતું. આથી જ તો તેમને દુનિયા ’ધ મેન ઇન ધ આર્યન લંગ’ તરીકે ઓળખતી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર 12 માર્ચના રોજ આ મશીનની અંદર જ પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. 1946માં જન્મેલા પોલ એલેકઝાન્ડરેને પોલિયો થવાથી ગર્દનની નીચેનો ભાગ લકવાગ્રસ્ત થઇ ગયો હતો. શ્વાસ લેવા માટે 600 પાઉન્ડના આયર્ન મશીનની અંદર રાખવામાં આવ્યા હતા. આ એક પ્રકારનું વેટિલેટર છે જેમાં શરીર મશીનની અંદર જયારે માત્ર ચહેરો જ બહાર હોય છે.
ખાસ કરીને જેના ફેંફસા કામ કરતા બંધ થઇ જાય તેમના માટે આ મશીન વરદાન રુપ સાબીત થતું હતું. આ મશીનની મદદથી શ્વાસ લઇને 7 દાયકા સુધી જીવતા રહયા હતા. 1928માં બનેલા આ મશીનમાં રહેનારા પોલ એક માત્ર વ્યકિત હતા. બીજા મશીન શોધાયા તેમ છતાં પોલે પહેલાના મશીનમાં જ રહેવાનું નકકી કર્યુ હતું.