દારૂ અને બિયર નંગ 178 કિંમત એક લાખ રૂપિયાનો જપ્ત કરાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકનો સ્ટાફને ફલકુ નદીના કાઠે આવેલી એક વાડીમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલ હોવાની બાતમીને આધારે તાલુકા પીએસઆઇ મોડિયા, કુલદીપસિંહ ઝાલા, વિક્રમભાઈ રબારી, નરેશભાઈ ભોજીયા, વિભાભાઈ ઘેડ સહિતના સ્ટાફે દરોડો કરી જુદા જુદા બ્રાન્ડના વિદેશી દારૂની બોટલ અને બિયર 178 નંગ કિંમત 100210/- રૂપિયાનો જપ્ત કરી નિઝામ ઉર્ફે બે રૂપિયા ઇસાભાઈ ઘાંચીને ઝડપી પાડી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.