બિયરના ટીન સાથે શખ્સને ઝડપી કાર્યવાહી હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
દસાડા સ્થાનિક પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે વાલેવડા ગામની સીમમાં અલ્પેશ વાલાભાઈ નદીસરીયા દ્વારા પોતાના ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલ હોવાની બાતમીના આધારે દરોડો કરી તુવેર ન વાવેતર વચ્ચે જમીનમાં ખાડો ખોદી દાટેલા બિયર ટીન નંગ 13 કિંમત 1625/- રૂપિયાના જપ્ત કરી સાથે જે અલ્પેશ વાલાભાઈ નદીસરીયાને ઝડપી લઇ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.