ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળમાંથી 117 બોટલ દારૂ સહિત 1.58 લાખના મુદ્દામાલ સાથે એલસીબીએ એક શખ્સને ઝડપી લીધો હતો. વેરાવળ એલસીબી ઙઈં એ.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.તે દરમિયાન હેડ કોન્સ. નટુભા બસિયાને મળેલ બાતમીના આધારે ડાયમંડ ટોકીઝ વિસ્તારમાં ફોર વ્હીલ રજી.નંબર જીજે 03 એચએ 9681 માંથી કુલ 10 પેટી દારૂ બોટલ નંગ 117 કિંમત રૂપિયા 46800,કાર કિંમત રૂપિયા 1 લાખ, મોબાઈલ કિંમત રૂપિયા 12000 સહિત 1 લાખ 58 હજાર 800ના મુદ્દામાલ સાથે અમિત મનસુખલાલ ઉનડકટને ઝડપી લઈ તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.