પશુ બાંધવાના ઢાળીયાના વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
લખતર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે માલીકા ગામે વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસે દરોડો કરી માલિકા ગામે રહેતા કાંતિભાઈ ભીમાભાઇ વાંથળાના રહેણાક મકાનની બાજુમાં પશુ રાખવા માટે ઢાળીયામાં તપાસ કરતા વિદેશી દારૂની નાની તથા મોટી બોટલ 100 નંગ કિંમત 44,000 રૂપિયાનો જપ્ત કરી કાંતિભાઈ ભીમાભાઇ વાંથળાને ઝડપી લઇ લખતર પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.